Ahmedabad News: U19માં પાકિસ્તાન સામે ભારતની જીતથી ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ, ખોખરામાં ફટાકડા ફોડીને કરાઈ ભવ્ય ઉજવણી

Ahmedabad News: ભારતની U-19 એશિયા કપ જીત બાદ અમદાવાદના ખોખરામાં યુવાનોએ તિરંગો લહેરાવી અને ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી.
Nancy Shukal
Nancy Shukal
Ahmedabad News: અમદાવાદના ખોખરામાં ભારતની જીતની ભવ્ય ઉજવણીAhmedabad News: અમદાવાદના ખોખરામાં ભારતની જીતની ભવ્ય ઉજવણી

Ahmedabad News: અમદાવાદના ખોખરામાં ભારતની જીતની ભવ્ય ઉજવણી

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે એશિયા કપની ફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતની આ શાનદાર જીતની ખુશીમાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં યુવા ક્રિકેટપ્રેમીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યુવાનોએ તિરંગો લહેરાવી અને ફટાકડા ફોડી ભારતીય ટીમની જીતનો જશ્ન મનાવ્યો હતો.

View post on Instagram

ખોખરા યુથ ફેડરેશનના યુવા ક્રિકેટપ્રેમીઓ દ્વારા આ ઉજવણીનું આયોજન કરાયું

મળતી માહિતી અનુસાર, ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ રોમાંચક જીત બાદ દેશભરમાં ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ ભારતની જીતની ઉજવણી માટે યુવાનો એકત્ર થયા હતા. ખોખરા યુથ ફેડરેશનના યુવા ક્રિકેટપ્રેમીઓ દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 8:15 વાગ્યે ખોખરા મદ્રાસી મંદિર પાસે આવેલા શ્રી ભાલકેશ્વર મહાદેવ મંદિર અને જન સેવા સદન કાર્યાલય નજીક મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ એકત્ર થયા હતા.

સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ પણ ઉજવણીમાં જોડાયા

આ દરમિયાન યુવાનોએ હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે ભારતીય ટીમની જીતની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ફટાકડા ફોડીને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. ભારતની જીતને વધાવવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ પણ ઉજવણીમાં જોડાયા હતા.

પાકિસ્તાન સામેની આ રોમાંચક જીતે ભારતીય યુવા ખેલાડીઓની પ્રતિભા અને ટીમના જુસ્સાને ફરી એકવાર ઉજાગર કર્યો છે.

ખોખરા વિસ્તારમાં યોજાયેલી આ ઉજવણી દરમિયાન દેશભક્તિ અને ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય ટીમની જીતથી અમદાવાદ સહિત દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો: Morari Bapu: મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યએ કરાવ્યું ધ્વજ પ્રસ્થાન