Ahmedabad Kharikat Canal Review: અમદાવાદના ખારીકટ કેનાલ પ્રોજેક્ટની સમીક્ષા, સર્વિસ રોડ અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા કરવા સૂચનો


Ahmedabad Kharikat Canal review meeting Riverfront House ખારીકટ કેનાલ
Ahmedabad Kharikat Canal Review: અમદાવાદના ખારીકટ કેનાલ પ્રોજેક્ટની સમીક્ષા, સર્વિસ રોડ અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા કરવા સૂચનો


Ahmedabad Kharikat Canal review meeting Riverfront House ખારીકટ કેનાલ
Ahmedabad Kharikat Canal Review: અમદાવાદ શહેરના મહત્ત્વાકાંક્ષી ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અમદાવાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. 23 નવેમ્બર 2026ના રોજ યોજાયેલી આ બેઠકમાં પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, ચાલી રહેલી કામગીરી અને ભવિષ્યના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સર્વિસ રોડ, વાહનોની અવરજવર, હાઇટ રિસ્ટ્રિક્શન અને શહેરના અન્ય વિકાસલક્ષી કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક
ખારીકટ કેનાલ પ્રોજેક્ટની પ્રગતિ અને કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ સહિત ધારાસભ્યો, વિવિધ કમિટીઓના ચેરમેન, કાઉન્સિલરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા
બેઠકમાં ખારીકટ કેનાલ પ્રોજેક્ટની અત્યાર સુધીની કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રોજેક્ટના આગામી તબક્કાઓનું આયોજન, અમલીકરણ દરમિયાન ધ્યાનમાં રાખવાના ટેકનિકલ મુદ્દાઓ અને માળખાકીય સુવિધાઓ અંગે પણ વિચારવિમર્શ થયો હતો. પ્રોજેક્ટની કામગીરી ગુણવત્તાસભર અને આયોજનબદ્ધ રીતે આગળ વધે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
સર્વિસ રોડ અને હાઇટ રિસ્ટ્રિક્શન પર ભાર
કેનાલની આસપાસ સર્વિસ રોડનું યોગ્ય આયોજન કરવા બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ભારે વાહનોના કારણે રસ્તાઓને નુકસાન ન થાય અને માર્ગોની ટકાઉ ક્ષમતા જળવાઈ રહે તે માટે LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ માટેની વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાહનોની ઊંચાઈ પર નિયંત્રણ રાખવા હાઇટ રિસ્ટ્રિક્શન અને હાઇટ બેરિયર મૂકવા અંગે પણ ચર્ચા થઈ હતી.
એક્સેસ કંટ્રોલ અને જંકશન વ્યવસ્થામાં સુધારા
કેનાલ આસપાસના માર્ગો પર વાહનોની અવરજવર વ્યવસ્થિત રહે તે માટે એક્સેસ કંટ્રોલ વિકસાવવા સૂચનો કરવામાં આવ્યા હતા. જ્યાં શક્ય હોય ત્યાં કેપ્સ્યુલ ડિઝાઇન અપનાવવા અને જંકશન વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાઓથી માર્ગો પર ટ્રાફિકનું સંચાલન વધુ સુવ્યવસ્થિત બને અને વાહનચાલકોને સુવિધા મળે તેવો હેતુ છે.
ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરના કામોને પ્રાથમિકતા
ખારીકટ કેનાલ પ્રોજેક્ટ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિકાસલક્ષી કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આગામી વર્ષમાં વિકાસનાં કામો વધુ આયોજનબદ્ધ રીતે હાથ ધરવા અને પ્રોજેક્ટ્સનો અમલ ઝડપથી થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર સંબંધિત કામગીરીને પ્રાથમિકતા આપી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલની ચર્ચા
શહેરમાં વરસાદી પાણીના નિકાલને લગતી સમસ્યાઓનું યોગ્ય અને કાયમી નિરાકરણ આવે તે માટે જરૂરી પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી. વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા, કામગીરીની ઝડપ અને નાગરિકોને મળતી સુવિધાઓને કેન્દ્રસ્થાને રાખીને આગળનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.




