Gandhinagar BJP Press Meet: ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી પૂર્વે શહેર ભાજપની પત્રકાર પરિષદ, આઈ. કે. જાડેજાના કોંગ્રેસ પર આકરા પ્રહાર

Gandhinagar BJP Press Meet: ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીને લઈને શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
Nisha Parmar
Nisha Parmar
Gandhinagar BJP press conference IK Jadeja Constitution Day સંવિધાન ગૌરવGandhinagar BJP press conference IK Jadeja Constitution Day સંવિધાન ગૌરવ

Gandhinagar BJP press conference IK Jadeja Constitution Day સંવિધાન ગૌરવ

Gandhinagar BJP Press Meet: ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીને લઈને શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, મેયર રૂપસિંહ ઠાકોર અને ધારાસભ્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર બંધારણના મુદ્દે લોકોને ગુમરાહ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બંધારણના થયેલા કથિત ભંગ અને બાબાસાહેબ આંબેડકરના અપમાનના મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા.

લોકોમાં જાગૃતિ લાવવા ભાજપની પત્રકાર પરિષદ

આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના નેતાઓ બંધારણના મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યા છે. આ સ્થિતિમાં લોકોમાં જનજાગૃતિ કેળવવાના હેતુથી ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે.

26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય

જાડેજાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું છે. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે આ દિવસને સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ દિવસ બંધારણના મૂલ્યો અને બાબાસાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ છે.

કોંગ્રેસ પર બંધારણના ભંગનો આક્ષેપ

રાહુલ ગાંધી હાથમાં બંધારણ લઈને તેને બચાવવાની વાત કરતા હોવાનો ઉલ્લેખ કરી જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની સરકારોના કાર્યકાળમાં બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તે દરમિયાન બંધારણના અનેક નિયમોનો ભંગ થયો હતો.

બાબાસાહેબ આંબેડકરના અપમાનનો કોંગ્રેસ પર આરોપ

આઈ. કે. જાડેજાએ કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરને યોગ્ય સન્માન ન આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના શાસન દરમિયાન સંસદમાં બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી નહોતી અને તેમને ભારત રત્ન સન્માન પણ આપવામાં આવ્યું નહોતું. તેમણે આ મુદ્દાઓને કોંગ્રેસ દ્વારા બાબાસાહેબના અપમાન તરીકે રજૂ કર્યા હતા.

કલમ 356ના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો

પત્રકાર પરિષદમાં જાડેજાએ બંધારણની કલમ 356નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની સરકારોએ આ કલમનો આશરે 90 વખત દુરુપયોગ કરીને અન્ય પક્ષોની ચૂંટાયેલી સરકારોને હટાવી રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. આ મુદ્દે તેમણે કોંગ્રેસની બંધારણ પ્રત્યેની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : Gandhinagar BJP Press Meet: સંવિધાન ગૌરવ દિવસ પર પ્રહાર