Special Train: અમદાવાદથી એકતાનગર વચ્ચે દોડશે હેરિટેજ સ્પેશિયલ ટ્રેન, 11-12 નવેમ્બરે મળશે મુસાફરોને ખાસ સુવિધા


ahmedabad ektanagar heritage special train
Special Train: અમદાવાદથી એકતાનગર વચ્ચે દોડશે હેરિટેજ સ્પેશિયલ ટ્રેન, 11-12 નવેમ્બરે મળશે મુસાફરોને ખાસ સુવિધા


ahmedabad ektanagar heritage special train
Special Train: તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને એકતાનગર વચ્ચે હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 11 અને 12 નવેમ્બર, 2026ના રોજ બંને દિશામાં દોડશે. ખાસ વાત એ છે કે આ ટ્રેનમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે વિસ્ટાડોમ કોચમાં મુસાફરી કરવાનો અનોખો અનુભવ મળશે.
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ટ્રેન નંબર 09175 અમદાવાદ-એકતાનગર હેરિટેજ સ્પેશિયલ 11 અને 12 નવેમ્બરના રોજ અમદાવાદથી બપોરે 3:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 7 વાગ્યે એકતાનગર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09176 એકતાનગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ 11 અને 12 નવેમ્બરના રોજ એકતાનગરથી સવારે 10:15 કલાકે ઉપડશે અને બપોરે 2:15 કલાકે અમદાવાદ પહોંચશે.
સ્પેશિયલ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર રોકાશે
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં વડોદરા રેલવે સ્ટેશન પર રોકાશે. બંને ટ્રેનો મળીને કુલ ચાર ફેરા કરશે. આ વ્યવસ્થાથી અમદાવાદ, વડોદરા અને એકતાનગર વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓને ખાસ સુવિધા મળશે. આ ટ્રેનની સૌથી ખાસ વિશેષતા તેના વિસ્ટાડોમ કોચ છે. ટ્રેનમાં કુલ ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ રાખવામાં આવ્યા છે. જેમાં ત્રણ એરકન્ડિશન્ડ એક્ઝિક્યુટિવ ચેરકાર કોચ અને એક રેસ્ટોરન્ટ ડાઈનિંગ કારનો સમાવેશ થાય છે. આ સુવિધાને કારણે મુસાફરો આરામદાયક મુસાફરીની સાથે ટ્રેનમાં જ ભોજનનો આનંદ પણ માણી શકશે.
ટ્રેન નંબર 09175 અને 09176નું બુકિંગ તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. મુસાફરો ટ્રેનના સ્ટોપેજ, સમય અને અન્ય વિગતો માટે ભારતીય રેલવેની વેબસાઇટ www\.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકશે. તહેવારો દરમિયાન એકતાનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે આ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન ઉપયોગી સાબિત થશે.




