Delimitation Bill 2026: સીમાંકન બાદ ગુજરાતની લોકસભા બેઠકો કેટલી વધશે? રાજકારણ પર શું પડશે અસર?

Delimitation Bill 2026: લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.
Kunjan Shukal
Kunjan Shukal
સીમાંકન બાદ ગુજરાતની લોકસભા બેઠકો કેટલી વધશે?સીમાંકન બાદ ગુજરાતની લોકસભા બેઠકો કેટલી વધશે?

સીમાંકન બાદ ગુજરાતની લોકસભા બેઠકો કેટલી વધશે?

Delimitation Bill 2026: લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. આ પ્રસ્તાવ અમલમાં આવે તો ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જોકે, ગુજરાતની બેઠકો કેટલી વધશે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી.

ગુજરાતના રાજકીય પ્રતિનિધિત્વમાં પણ ફેરફાર જોવા મળી શકે

પ્રસ્તાવ મુજબ લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાનું સૂચન છે, જ્યારે રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણીની વ્યવસ્થા આગામી 25 વર્ષ એટલે કે 2051 સુધી સ્થિર રાખવાની જોગવાઈ છે. આ બિલ 30 નવેમ્બરે લોકસભામાં અને 2 ડિસેમ્બરે રાજ્યસભામાં રજૂ થવાનું છે. જો આ પ્રસ્તાવને સંસદની મંજૂરી મળશે તો ગુજરાતના રાજકીય પ્રતિનિધિત્વમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને લોકસભાની બેઠકો વધવાથી આગામી ચૂંટણીઓમાં રાજ્યનું રાજકીય ગણિત કેવું રહેશે તે જોવું રસપ્રદ બનશે. હવે સવાલ એ છે કે ગુજરાતની વર્તમાન 26 લોકસભા બેઠકો વધીને કેટલી થશે? તેનું ચિત્ર બિલની જોગવાઈઓ અને અંતિમ નિર્ણય બાદ સ્પષ્ટ થશે.

ગુજરાતના રાજકારણ પર સંભવિત અસરો

  • મહિલા નેતૃત્વનો વ્યાપ વધશે. હાલમાં ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં માત્ર 15 મહિલા ધારાસભ્યો (લગભગ 8.2%) છે. 33 ટકા મહિલા અનામત અને બેઠકોમાં 50 ટકાના વધારા બાદ વિધાનસભામાં અંદાજે 90 મહિલા ધારાસભ્યો અને લોકસભામાં 13 મહિલા સાંસદો ચૂંટાઈને આવશે.

  • પુરુષ નેતાઓની ટિકિટ કપાવાનો ડર ઓછો થશે. બેઠકોમાં 50 ટકાનો વધારો થવાથી નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. તેનાથી વર્તમાન પુરુષ ધારાસભ્યો અને સાંસદોની બેઠકો પર અનામતની સીધી અસર ઓછી થશે અને પક્ષોમાં આંતરિક અસંતોષ ઘટાડવામાં મદદ મળશે.

  • શહેરી વિસ્તારોનું પ્રતિનિધિત્વ વધશે. બિલમાં 2011ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું નવું સીમાંકન (Delimitation) કરવાની જોગવાઈ હોવાનું ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે. આનાથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ઝડપથી વિકસતા શહેરી વિસ્તારોમાં બેઠકોની સંખ્યા વધી શકે છે.

  • તમામ પક્ષો માટે નવા મહિલા ચહેરા શોધવાનો પડકાર. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પાસે અત્યારે 90 જેટલા મજબૂત મહિલા ઉમેદવારોની ફૌજ તૈયાર કરવી એ મોટો સંગઠનાત્મક પડકાર બની રહેશે. પંચાયત અને નગરપાલિકા સ્તરની મહિલા નેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં આગળ લાવવાની તક મળશે.

  • જાતિગત અને પ્રાદેશિક સમીકરણો બદલાશે. નવા સીમાંકનથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકોની ભૌગોલિક સીમાઓ બદલાશે. પરિણામે પાટીદાર, ઓબીસી, આદિવાસી અને દલિત મતદારોના પ્રભુત્વવાળી બેઠકોના સમીકરણો નવેસરથી ગોઠવાશે.

આ પણ વાંચો: Harsh Sanghavi Visit Chhota Udepur: DyCM હર્ષ સંઘવીની કવાંટમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક, આગામી ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત બનાવવા આહ્વાન