Yeh Prem Mol Liya: 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ, આયુષ્માન ખુરાના અને શરવરીની રોમેન્ટિક કેમેસ્ટ્રી મળી જોવા


Yeh Prem Mol Liya: યે પ્રેમ મોલ લિયાનું ટ્રેલર રિલીઝ
Yeh Prem Mol Liya: 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ, આયુષ્માન ખુરાના અને શરવરીની રોમેન્ટિક કેમેસ્ટ્રી મળી જોવા


Yeh Prem Mol Liya: યે પ્રેમ મોલ લિયાનું ટ્રેલર રિલીઝ
Yeh Prem Mol Liya: બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર સૂરજ આર. બડજાત્યા ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર 'પ્રેમ'ને મોટા પડદા પર લાવવા જઈ રહ્યા છે. પરંતુ આ વખતે પ્રેમના પાત્રમાં એક્ટર આયુષ્માન ખુરાના જોવા મળશે, જ્યારે તેની સાથે શરવરી મુખ્ય ભૂમિકામાં છે. બંનેની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં પ્રેમ, પરિવાર, લાગણીઓ અને સંબંધોની સુંદર સ્ટોરીની ઝલક જોવા મળી રહી છે.
કેવું છે ફિલ્મનું ટ્રેલર?
ફિલ્મના ટ્રેલરની શરૂઆત આયુષ્માન ખુરાના અને શરવરીના લગ્નના દ્રશ્યથી થાય છે. ત્યારબાદ બંનેને લગ્ન સુધી પહોંચવા માટે કેવા સંઘર્ષમાંથી પસાર થવું પડે છે તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં શરવરી એક એવા પરિવારમાંથી આવે છે, જ્યાં માત્ર મહિલાઓ જ છે અને પરિવારની તમામ જવાબદારીઓ તેના ખભા પર છે.
બીજી તરફ, આયુષ્માન ખુરાના ફિલ્મમાં પ્રેમનું પાત્ર ભજવી રહ્યો છે. તે પોતાના પ્રેમને મેળવવા માટે લગ્ન બાદ પોતાના આખા પરિવાર સાથે શરવરીના ઘરે રહેવાનો નિર્ણય લે છે. અહીંથી જ સ્ટોરીમાં નવા વળાંકો અને રસપ્રદ પરિસ્થિતિઓ સર્જાય છે.
View post on Instagram
ટ્રેલરમાં રોમાન્સની સાથે કોમેડી, લાગણીઓ અને પારિવારિક સંબંધોને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આયુષ્માન અને શરવરીની કેમેસ્ટ્રી ખાસ ધ્યાન ખેંચે છે.
સૂરજ બડજાત્યાની ફિલ્મમાં ફરી જોવા મળશે પારિવારિક અંદાજ
સૂરજ બડજાત્યાની ફિલ્મોની ખાસિયત હંમેશાં પારિવારિક સંબંધો અને લાગણીઓ રહી છે. તેમની ફિલ્મોમાં માત્ર હીરો-હિરોઈનની લવ સ્ટોરી જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્યોના સંબંધો અને તેમની લાગણીઓને પણ મહત્વ આપવામાં આવે છે. 'યે પ્રેમ મોલ લિયા'માં પણ આ જ અંદાજ જોવા મળશે.
ફિલ્મમાં આ કલાકારો પણ જોવા મળશે
આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શરવરી ઉપરાંત અનુપમ ખેર, સુપ્રિયા પાઠક, સીમા પાહવા, સૌમ્યા ટંડન, સ્વાનંદ કિરકિરે, શ્રુતિ શેઠ, શાદ રંધાવા, ગિરીશ કુલકર્ણી અને રાજેશ કુમાર જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે 'યે પ્રેમ મોલ લિયા' 27 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે.
આ પણ વાંચો: Ranveer Singh: ‘ધુરંધર’ બાદ ફરી સાથે આવશે રણવીર સિંહ અને આદિત્ય ધર? 2028માં ફિલ્મ રિલીઝ થવાની શક્યતા




