Ranveer Singh: ‘ધુરંધર’ બાદ ફરી સાથે આવશે રણવીર સિંહ અને આદિત્ય ધર? 2028માં ફિલ્મ રિલીઝ થવાની શક્યતા


Ranveer Singh: રણવીર સિંહ-આદિત્ય ધર ફરી એકસાથે કરશે કામ?
Ranveer Singh: ‘ધુરંધર’ બાદ ફરી સાથે આવશે રણવીર સિંહ અને આદિત્ય ધર? 2028માં ફિલ્મ રિલીઝ થવાની શક્યતા


Ranveer Singh: રણવીર સિંહ-આદિત્ય ધર ફરી એકસાથે કરશે કામ?
Ranveer Singh: બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર થઈ શકે છે. ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીની જબરદસ્ત સફળતા બાદ બંને એક નવા પ્રોજેક્ટ માટે ફરી સાથે કામ કરે તેવી ચર્ચા શરૂ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આદિત્ય ધર પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે અને તેમાં મુખ્ય ભૂમિકા માટે રણવીર સિંહ પહેલી પસંદ હોવાનું કહેવાય છે.
મળતી માહિતી પ્રમાણે, આ નવી ફિલ્મનું શૂટિંગ વર્ષ 2027માં શરૂ થઈ શકે છે. જ્યારે ફિલ્મને વર્ષ 2028માં થિયેટરમાં રિલીઝ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી આ પ્રોજેક્ટ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું નામ, સ્ટારકાસ્ટ અને તેની સ્ટોરી વિશે પણ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
મોટા બજેટ અને ભવ્ય સ્તરે બનશે ફિલ્મ
મીડિયા રિપોર્ટ મુજબ આદિત્ય ધર પોતાની આગામી ફિલ્મને મોટા સ્તરે બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ હાલમાં ફિલ્મ માટે વિવિધ વિષયો પર વિચાર કરી રહ્યા છે. પરંતુ ફિલ્મ એક્શન, થ્રિલર કે અન્ય કોઈ જોનરની હશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ફિલ્મની તૈયારીઓ પૂર્ણ થયા બાદ કાસ્ટ અને પ્રોડક્શન સંબંધિત વિગતો જાહેર થઈ શકે છે.
'ધુરંધર' ફ્રેન્ચાઈઝીએ કરી 3,200 કરોડ રૂપિયાની કમાણી
રણવીર સિંહ અને આદિત્ય ધરની 'ધુરંધર' ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 1,350 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. ત્યારબાદ માર્ચ 2026માં રિલીઝ થયેલી 'ધુરંધર 2'એ 1,850 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ રીતે બંને ફિલ્મોની કુલ કમાણી 3,200 કરોડ રૂપિયાથી વધુ થઈ હતી.
રણવીર સિંહની આગામી ફિલ્મ 'પ્રલય'
બીજી તરફ રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ 'પ્રલય' પર કામ કરી રહ્યો છે. જય મહેતા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ એક ઝોમ્બી થ્રિલર ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મની રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વર્ષ 2027માં તે સિનેમાઘરોમાં આવી શકે છે.
આ પણ વાંચો: Sharad Kapoor: સલમાન ખાને મદદનો હાથ લંબાવ્યો! શરદ કપૂરે કર્યો ખુલાસો




