Get News Alerts

Never miss breaking news updates.

Yash Chopra Foundation ને સ્કોલરશિપ પ્રોગ્રામનો વિસ્તાર કરીને 11 સ્કોલર્સને કર્યા સામેલ, સ્કોલરશિપમાં હવે ટેક્નોલોજી કોર્સિસનો સમાવેશ

Yash Chopra Foundation : યશ રાજ ફિલ્મ્સની પરોપકારી સંસ્થા યશ ચોપરા ફાઉન્ડેશન (YCF) દ્વારા સ્કોલરશિપ પ્રોગ્રામનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 28 Sep 2026 01:02 PM IST
Yash Chopra Foundation ને સ્કોલરશિપ પ્રોગ્રામનો વિસ્તાર કરીને 11 સ્કોલર્સને કર્યા સામેલ, સ્કોલરશિપમાં હવે ટેક્નોલોજી કોર્સિસનો સમાવેશYash Chopra Foundation ને સ્કોલરશિપ પ્રોગ્રામનો વિસ્તાર કરીને 11 સ્કોલર્સને કર્યા સામેલ, સ્કોલરશિપમાં હવે ટેક્નોલોજી કોર્સિસનો સમાવેશ

Yash Chopra Foundation

Yash Chopra Foundation : આ વર્ષે 300થી વધુ નોંધાયેલા અરજદારોમાંથી મેરિટ અને જરૂરિયાત આધારિત પસંદગી પ્રક્રિયા બાદ 11 વિદ્યાર્થીઓને 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીને તેમના અભ્યાસક્રમની ફી માટે ₹5 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

સ્કોલરશિપમાં હવે ટેક્નોલોજી કોર્સિસનો સમાવેશ

યશ ચોપરા ફાઉન્ડેશનનો આ સ્કોલરશિપ પ્રોગ્રામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને FWICE યુનિયન સાથે જોડાયેલા નોંધાયેલા સભ્યોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવે છે. અત્યાર સુધી મુખ્યત્વે મીડિયા, ફિલ્મ અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા અભ્યાસક્રમોને સહાય આપવામાં આવતી હતી.

જોકે, આ વર્ષે ફાઉન્ડેશને સ્કોલરશિપનો વ્યાપ વધારીને વિવિધ પ્રોફેશનલ અને ટેક્નિકલ કોર્સિસને પણ તેમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે, પ્રથમ વખત રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજી આધારિત કોર્સિસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશિપ હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ, IT, મેનેજમેન્ટ, લૉ અને મેડિકલ સ્ટડીઝ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સહાય આપવામાં આવી રહી છે.

11 વિદ્યાર્થીઓને YCFની શૈક્ષણિક સહાય

આ વર્ષે પસંદ થયેલા 11 વિદ્યાર્થીઓમાં Aryan Singh B.Tech in CSE (AI & ML), Asma Choudhary M.Com (Banking and Finance), Jaid Kalim B.Tech in Electronics and Computer Science, Jay Siddeshwar Jangam Mass Communication & Journalism, Nidhi Subhashchandra Yadav B.Sc. in Robotics and Artificial Intelligence Systems, Pranjal Pramod Kapure B.Tech in Mechanical Engineering, Prathamesh Pradip Karanjolkar MCA, Rudra Mangesh Damle B.Com (Financial Markets), Sachin Vishwakarma B.Tech, Uzma Sarfaraz Khan M.Sc. (IT) અને Valencia Rojiyar Madhura B.Tech in Computer Science & Engineering (Cyber Security)નો સમાવેશ થાય છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પરિવારોના બાળકો માટે YCFની સ્કોલરશિપ

યશ રાજ ફિલ્મ્સના CEO Akshaye Widhaniએ જણાવ્યું હતું કે, YCF સ્કોલરશિપ પ્રોગ્રામનો હેતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિવિધ સ્તરે કામ કરતા પરિવારોની આગામી પેઢીને ઉચ્ચ શિક્ષણ માટે સહાય પૂરી પાડવાનો છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની બદલાતી કારકિર્દી આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સ્કોલરશિપનો વ્યાપ પણ વિસ્તરતો રહ્યો છે.

YCF ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેકસ્ટેજ વર્કફોર્સ સાથે જોડાયેલા ટેક્નિશિયન, લાઇટમેન, સ્પોટ બોય અને અન્ય દૈનિક વેતન પર કામ કરતા લોકોના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડે છે. રોબોટિક્સ અને AI જેવા નવા ક્ષેત્રોને સામેલ કરીને આ પહેલે ટેક્નિકલ અને પ્રોફેશનલ શિક્ષણ તરફ પણ પોતાનો વ્યાપ વિસ્તાર્યો છે.

આ પણ વાંચો : BJP Seva Sankalp Abhiyan : અમદાવાદના વિરાટનગરમાં ‘આંગણ મિલન ઉત્સવ’, બાળકો સાથે જગદીશ વિશ્વકર્માનો આત્મીય સંવાદ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે