BJP Seva Sankalp Abhiyan : અમદાવાદના વિરાટનગરમાં ‘આંગણ મિલન ઉત્સવ’, બાળકો સાથે જગદીશ વિશ્વકર્માનો આત્મીય સંવાદ



BJP Seva Sankalp Abhiyan
BJP Seva Sankalp Abhiyan : અમદાવાદના વિરાટનગરમાં ‘આંગણ મિલન ઉત્સવ’, બાળકો સાથે જગદીશ વિશ્વકર્માનો આત્મીય સંવાદ



BJP Seva Sankalp Abhiyan
BJP Seva Sankalp Abhiyan : ICDS આંગણવાડી કેન્દ્ર, રામસિંગની ચાલી, વિરાટનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આંગણવાડી કેન્દ્રોમાં પણ બાળકો, માતાઓ અને આંગણવાડી કાર્યકરો સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
વિરાટનગર ખાતે યોજાયેલા ‘આંગણ મિલન ઉત્સવ’ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ આંગણવાડીના બાળકો સાથે આત્મીય અને સહજ સંવાદ કર્યો હતો. તેમણે બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે બાળકોને રમકડાં, ફળ, પૌષ્ટિક કીટ તેમજ પોશાકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળ વિકાસ અને માતા-બાળ આરોગ્યના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહેલી આંગણવાડીની બહેનો સાથે પણ સંવાદ કરવામાં આવ્યો હતો. તેમની કામગીરી બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કેન્દ્રો બાળકોના પ્રારંભિક વિકાસ, પોષણ અને માતા-બાળ આરોગ્ય સાથે જોડાયેલી સેવાઓ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આંગણવાડીની બહેનોની કામગીરીને પણ બિરદાવવામાં આવી
‘આંગણ મિલન સેવા’ અને ‘આંગણ ઉત્સવ’ જેવા કાર્યક્રમો અંતર્ગત વિવિધ વિસ્તારોમાં બાળકોને ફળ અને પૌષ્ટિક આહારનું વિતરણ, બાળ પ્રવૃત્તિઓ તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોના સન્માન સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિરાટનગરના કાર્યક્રમમાં શહેર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ સહિત સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપા પદાધિકારીઓ, આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલા બાળકો અને કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવા તેમજ બાળ વિકાસ, પોષણ અને માતા-બાળ આરોગ્ય અંગેની સેવાઓને વધુ મજબૂત બનાવવાના સંકલ્પને આગળ વધારવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને આંગણવાડીની બહેનોની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat News : બેવડી ઋતુ વચ્ચે ડેન્ગ્યુનો કહેર, 25 વર્ષીય યુવતી સહિત 2 ના મોત

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





