Mahavatar: વિકી કૌશલની 'મહાવતાર'માં તારા સુતરિયાની થશે એન્ટ્રી?


Mahavatar
Mahavatar: વિકી કૌશલની 'મહાવતાર'માં તારા સુતરિયાની થશે એન્ટ્રી?


Mahavatar
Mahavatar: બોલીવુડ એક્ટર વિકી કૌશલ ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ "છાવા" એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, જેને વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને રેકોર્ડબ્રેક કલેક્શન હાંસલ કર્યું હતું.
વિકી ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની અપકમિંગ મોટી ફિલ્મમાં જોવા મળશે, જે આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાંથી તેનો અદભુત લુક પણ રિલીઝ થઈ ગયો છે. ફેન્સ પહેલાથી જ વિકી કૌશલના નવા પ્રોજેક્ટ્સ વિશે ચર્ચામાં છે. વિકી કૌશલ "મહાવતાર" માં તેની ભૂમિકા માટે સખત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ફિલ્મ માટે તારા સુતારિયા સાથે વાતચીત ચાલી રહી છે.
વિકી કૌશલની "મહાવતાર" માં મહિલા મુખ્ય ભૂમિકા અંગે અટકળો ચાલુ છે. મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ આ મોટા પ્રોજેક્ટ માટે એક નવી અને ફ્રેશ જોડી શોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ તારા સુતારિયાને વિકી કૌશલની સામે ફીમેલ લીડ તરીકે જોઈ રહ્યા છે. અગાઉ, બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને હરનાઝ સંધુ પણ આ ફિલ્મ સાથે જોડાયેલા હતા. હવે તારા સુતારિયા આ રેસમાં જોડાઈ ગઈ છે.
તારા સાથે વાત ક્યાં સુધી ગઈ?
મીડિયા રિપોર્ટ મુજબ એ પણ ખુલાસો થયો છે કે "મહાવતાર" માટે કાસ્ટિંગની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. વિવિધ તબક્કે ઘણા નામોની ચર્ચા થઈ છે. તારાનું નામ હવે લિસ્ટમાં આવી ગયું છે, પરંતુ હજુ સુધી કંઈ ફાઈનલ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ એવી એક્ટ્રેસને કાસ્ટ કરવા માગે છે જે ફિલ્મની મોટી દુનિયામાં પોતાની અલગ ઓળખાણ બનાવી શકે. તારા સુતારિયા તાજેતરમાં યશની એક્શન ફિલ્મ "ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ" માં જોવા મળી હતી, જેમાં તેને શાનદાર એક્ટિંગ કરી હતી. તેણે "સ્ટુડન્ટ ઓફ ધ યર 2" થી એક્ટિંગની શરૂઆત પણ કરી હતી.
ફિલ્મ માટે વિકી કૌશલની મોટી તૈયારી
એવી ચર્ચા છે કે "મહાવતાર" નું શૂટિંગ જાન્યુઆરી 2027 માં શરૂ થઈ શકે છે. "છાવા" પછી વિકી કૌશલની મેડોક ફિલ્મ્સ સાથેની આ બીજી ફિલ્મ હશે. આ પહેલા એવા સમાચાર હતા કે વિકી કૌશલ આ લુક મેળવવા માટે વજન વધારશે. તે એક્શન સિક્વન્સ માટે મસ્કુલર શરીર બનાવી રહ્યો છે.
આ પણ વાંચો: Nushrratt Bharucchaને બાલી પ્રવાસ દરમિયાન કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું, એરલિફ્ટ દ્વારા મુંબઈ આવી એક્ટ્રેસ




