‘Tu Hai Meri Kiran’નું ટ્રેલર રિલીઝ, એકતરફી પ્રેમ બનશે ખતરનાક જુનૂન



Tu Hai Meri Kiran
‘Tu Hai Meri Kiran’નું ટ્રેલર રિલીઝ, એકતરફી પ્રેમ બનશે ખતરનાક જુનૂન



Tu Hai Meri Kiran
Tu Hai Meri Kiran: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની અપકમિંગ ફિલ્મ ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં એકતરફી પ્રેમ, જુનૂન, રહસ્ય અને થ્રિલરનો રોમાંચક સમન્વય જોવા મળે છે. ટ્રેલરમાં વાર્તા જેમ આગળ વધે છે તેમ અનેક એવા વળાંકો આવે છે, જે દર્શકોને સતત વિચારવા મજબૂર કરે છે કે આખરે પડદા પાછળ ચાલી શું રહ્યું છે.
સોનાક્ષી કિરણના પાત્રમાં જોવા મળશે
ફિલ્મમાં સોનાક્ષી સિન્હા કિરણ નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે. ટ્રેલર મુજબ ઝહીર ઈકબાલનું પાત્ર કિરણને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને પોતાની બનાવવાની ઈચ્છા ધરાવે છે. જોકે, આ પ્રેમ ધીમે-ધીમે જુનૂનમાં બદલાતો જાય છે અને તે કિરણ પર દબાણ કરતો જોવા મળે છે.
પ્રેમની કહાનીમાં રહસ્ય અને સસ્પેન્સ
‘તૂ હૈ મેરી કિરણ’માં એક સામાન્ય લાગણી કેવી રીતે વધુ ઊંડી અને ખતરનાક બની શકે છે તે બતાવવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મની કહાની સાથે જોડાયેલા મોટા રહસ્યો હજુ ટ્રેલરમાં સંપૂર્ણપણે જાહેર કર્યા નથી. જેના કારણે ફિલ્મમાં આગળ શું થશે તે અંગે દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
સોનાક્ષીએ કહ્યું- ફિલ્મ મારા માટે અલગ અનુભવ
ફિલ્મમાં પોતાના પાત્ર અંગે સોનાક્ષી સિન્હાએ કહ્યું કે ‘તૂ હૈ મેરી કિરણ’ તેમના માટે અલગ પ્રકારની ફિલ્મ છે. તેમના જણાવ્યા મુજબ ફિલ્મની દુનિયા એવી છે, જ્યાં એક સામાન્ય લાગણી ધીમે-ધીમે વધુ ઊંડી અને ખતરનાક બની જાય છે. કિરણના પાત્રમાં અનેક સ્તરો હોવાથી તેને ભજવવાનો અનુભવ પણ અલગ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું.
ઝહીર ઈકબાલ પણ પાત્રને લઈને ઉત્સાહિત
ઝહીર ઈકબાલે ફિલ્મને પોતાના માટે ખાસ ગણાવી છે. તેમણે કહ્યું કે એકતરફી પ્રેમને ફિલ્મમાં જે રીતે રજૂ કરવામાં આવ્યો છે તે તેમને સૌથી વધુ આકર્ષિત કરે છે. શરૂઆતમાં ઊંડી લાગતી લાગણી આગળ જતાં કઈ રીતે અલગ વળાંક લે છે, તે ફિલ્મનો મહત્વનો ભાગ છે. ફિલ્મમાં રહસ્ય અને સસ્પેન્સ સતત જળવાઈ રહે છે અને દર્શકો વાર્તાની સપાટી નીચે છુપાયેલા રહસ્યને શોધવાનો પ્રયાસ કરશે.
23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
‘તૂ હૈ મેરી કિરણ’નું નિર્માણ વિશાલ રાણા અને Echelon Productions દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મનું દિગ્દર્શન કરણ રાવલે કર્યું છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની આ ફિલ્મ 23 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.





