Shah Rukh Khan: શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ 'કિંગ'ના ટ્રેલરની તારીખ કન્ફર્મ! આ દિવસે થશે રિલીઝ?

Shah Rukh Khan: શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ 'કિંગ'નું ટ્રેલર 14 ડિસેમ્બરે આવી શકે છે. ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Nancy Shukal
Nancy Shukal
Shah Rukh Khan: શાહરુખની 'કિંગ'નું ટ્રેલર 14 ડિસેમ્બરે થશે રિલીઝ?Shah Rukh Khan: શાહરુખની 'કિંગ'નું ટ્રેલર 14 ડિસેમ્બરે થશે રિલીઝ?

Shah Rukh Khan: શાહરુખની 'કિંગ'નું ટ્રેલર 14 ડિસેમ્બરે થશે રિલીઝ?

Shah Rukh Khan: બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈને ફેન્સ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ખાસ એટલા માટે પણ છે, કારણ કે તેના દ્વારા શાહરુખની દીકરી સુહાના ખાન થિયેટરમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હવે આ મોસ્ટ અવેટેડ એક્શન-થ્રિલર ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

14 ડિસેમ્બરે આવી શકે છે ટ્રેલર

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ 'કિંગ'નું ટ્રેલર 14 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થઈ શકે છે. પરંતુ મેકર્સ દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ ક્રિસમસના અવસર પર દુનિયાભરના થિયેટરમાં રિલીઝ થવાની છે. એટલે કે ફિલ્મની રિલીઝના 10 દિવસ પહેલાં જ ટ્રેલર દ્વારા દર્શકોમાં ઉત્સાહ વધારવામાં આવશે.

આ પહેલાં 2 નવેમ્બરના રોજ શાહરુખ ખાનના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનું પહેલું ગીત 'તૂ મિલ જાયે' રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રીને દર્શકોએ પસંદ કરી હતી. હવે ટ્રેલર પહેલાં આ જ મહિને ફિલ્મનું બીજું ગીત પણ રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું સંગીત સચિન-જિગરની જોડીએ તૈયાર કર્યું છે.

ફિલ્મમાં જોવા મળશે આ સ્ટાર્સ

ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી 'કિંગ'માં બોલીવુડના અનેક દિગ્ગજ કલાકારો જોવા મળશે. શાહરુખ ખાન, સુહાના ખાન અને દીપિકા પાદુકોણ સિવાય અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખર્જી, જેકી શ્રોફ, અરશદ વારસી, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ પણ મહત્વની ભૂમિકામાં છે.

'પઠાણ' બાદ ફરી સિદ્ધાર્થ આનંદ સાથે શાહરુખ ખાન મળશે જોવા

વર્ષ 2023માં 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' જેવી ફિલ્મો આપ્યા બાદ શાહરુખ ખાન હવે 'કિંગ' સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. 'પઠાણ' બાદ ફરી એકવાર સિદ્ધાર્થ આનંદ સાથે તેની જોડી જોવા મળશે.

આ પણ વાંચો: Ranveer Singh: ‘ધુરંધર’ બાદ ‘પ્રલય’થી ધૂમ મચાવશે રણવીર સિંહ, અનન્યા બિરલાએ આપ્યું મોટું અપડેટ