Ranveer Singh: ‘ધુરંધર’ બાદ ‘પ્રલય’થી ધૂમ મચાવશે રણવીર સિંહ, અનન્યા બિરલાએ આપ્યું મોટું અપડેટ

Ranveer Singh: ‘ધુરંધર’ બાદ રણવીર સિંહ હવે ઝોમ્બી થ્રિલર ફિલ્મ ‘પ્રલય’માં જોવા મળશે. મેકર અનન્યા બિરલાએ ફિલ્મ અંગે મોટું અપડેટ આપ્યું છે.
Nancy Shukal
Nancy Shukal
Ranveer Singh ની ‘પ્રલય’ પર અનન્યા બિરલાએ આપ્યું અપડેટRanveer Singh ની ‘પ્રલય’ પર અનન્યા બિરલાએ આપ્યું અપડેટ

Ranveer Singh ની ‘પ્રલય’ પર અનન્યા બિરલાએ આપ્યું અપડેટ

Ranveer Singh: બોલીવુડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અને તેના બીજા ભાગની સફળતા બાદ હવે ફેન્સને તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ રણવીર સિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’ માટે દર્શકોએ થોડી રાહ જોવી પડશે. આ ફિલ્મમાં રણવીર એકદમ નવા અંદાજમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું નિર્માણ અનન્યા બિરલા કરી રહી છે, જ્યારે જય મહેતા તેનું દિગ્દર્શન કરી રહ્યા છે.

અનન્યા બિરલાએ ફિલ્મ અંગે શું કહ્યું?

તાજેતરમાં ફિલ્મમેકર કરણ જોહરના ટોક શો ‘કોફી વિથ કરણ’ની સીઝન 9ના એક એપિસોડમાં અનન્યા બિરલા, અનન્યા પાંડે અને શનાયા કપૂર સાથે જોવા મળી હતી. આ દરમિયાન કરણ જોહરે અનન્યા બિરલાને તેમની આગામી ફિલ્મ ‘પ્રલય’ વિશે સવાલ કર્યો હતો.

જવાબમાં અનન્યા બિરલાએ જણાવ્યું કે તે પોતે આ ફિલ્મની નિર્માતા છે. તેણે ફિલ્મને લઈને ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ એક શાનદાર અનુભવ બનવાનો છે. આશા છે કે દર્શકોને પણ ફિલ્મ પસંદ આવશે. પરંતુ અંતે બધું ભગવાન અને દર્શકોના હાથમાં છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">#Pralay is going to be a spectacle, says Ananya Birla 🧿
#KWKS9 https://t.co/Ns3cthVYPV</p>&mdash; pralayyy (@pixiethechaos) <a href="https://x.com/pixiethechaos/status/2123065153474228567?ref_src=twsrc%5Etfw">November 18, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ઝોમ્બીથી ભરેલા મુંબઈની સ્ટોરી

‘પ્રલય’ એક પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની કહાની એવા મુંબઈ પર આધારિત છે, જ્યાં એક જીવલેણ મહામારી બાદ ઝોમ્બીનો આતંક ફેલાઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાના અસ્તિત્વને બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળશે.

ચર્ચા અનુસાર, ફિલ્મની કહાની એક પરિણીત કપલની આસપાસ ફરે છે, જે દુનિયાના વિનાશ વચ્ચે જીવતા રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ ફિલ્મની સત્તાવાર કહાની અંગે હજુ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

કલ્યાણી પ્રિયદર્શન બનશે ફીમેલ લીડ

ફિલ્મમાં રણવીર સિંહની સામે કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘લોકા’ ફિલ્મથી ચર્ચામાં આવેલી કલ્યાણી સાથે રણવીરની આ જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. અગાઉ સેટ પરથી કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેમાં રણવીર સિંહનો એકદમ અલગ અને અગાઉ ક્યારેય ન જોયેલો લુક જોવા મળ્યો હતો. ‘ધુરંધર’ બાદ રણવીર સિંહની આ ઝોમ્બી થ્રિલર ફિલ્મને લઈને ફેન્સમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Aryan Khan: શાહરુખ ખાન સાથે સરખામણી થવા પર આર્યન ખાને તોડ્યું મૌન, કહ્યું- 'આ મારા માટે પ્રશંસાની વાત'