Shah Rukh Khan: શાહરૂખ ખાનની 'કિંગ'ની સ્ટોરી રિલીઝ પહેલાં લીક? આ ફિલ્મ સાથે છે કનેક્શન!

Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ની સ્ટોરી લીક થયાનો રેડિટ પર દાવો. સુહાના સાથે પિતા-પુત્રીની ભૂમિકા અને 'કુછ કુછ હોતા હૈ' કનેક્શનની ચર્ચા.
Nancy Shukal
Nancy Shukal
Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ની સ્ટોરી લીક?Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ની સ્ટોરી લીક?

Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ની સ્ટોરી લીક?

Shah Rukh Khan: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ શાહરૂખ મોટા પડદા પર એક્શન-ડ્રામા ફિલ્મ સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલાં જ તેની વાર્તા લીક થયાનો દાવો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. રેડિટ પર સામે આવેલી એક વાયરલ થિયરીએ ફિલ્મને લઈને નવી ચર્ચા જગાવી છે.

શું 'કિંગ'ની વાર્તા લીક થઈ ગઈ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી થિયરી અનુસાર, ફિલ્મમાં શાહરૂખ ખાન અને સુહાના ખાન પિતા-પુત્રીની ભૂમિકામાં જોવા મળી શકે છે. આ સ્ટોરીમાં અભિષેક બચ્ચનના પાત્ર દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ દીપિકા પાદુકોણના પાત્રનું મૃત્યુ થાય છે. ત્યારબાદ સુહાનાનું પાત્ર પોતાના પિતા શાહરૂખ ખાન સાથે મળીને બદલો લેવાની સફર શરૂ કરે છે.

પરંતુ આ સ્ટોરી અંગે હજુ સુધી ફિલ્મના મેકર્સ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી તેને માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એક થિયરી તરીકે જ જોવી જોઈએ.

'કુછ કુછ હોતા હૈ' સાથે શું છે કનેક્શન?

આ વાયરલ થિયરી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ફિલ્મની સરખામણી શાહરૂખ ખાનની લોકપ્રિય ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' સાથે કરવાનું શરૂ કર્યું છે. કેટલાક યુઝર્સે તેને 'કુછ કુછ હોતા હૈ વિથ મસાલા' નામ પણ આપ્યું છે. લોકોનું કહેવું છે કે આ સ્ટોરીમાં પરિવાર, લાગણી, એક્શન અને બદલો જેવા બોલીવુડના મસાલા જોવા મળી શકે છે.

પરંતુ ઘણા ફેન્સનું કહેવું છે કે સ્ટોરી કેવી પણ હોય, તેઓ શાહરૂખ ખાન માટે આ ફિલ્મ જરૂર જોવા જશે. ફિલ્મની સાચી કહાની શું છે તે તો રિલીઝ બાદ જ સ્પષ્ટ થશે.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહી છે ફિલ્મ

'કિંગ'નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ અને સુહાના ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી અને અનિલ કપૂર સહિત અનેક જાણીતા કલાકારો જોવા મળશે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સ્ટોરીમાં કેટલી સચ્ચાઈ છે અને ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે.

આ પણ વાંચો: Ramayana: ‘રામાયણ’માં જટાયુના ‘હે રામ’ સંવાદ માટે અનુપમ ખેરે 200 વાર કર્યું રિહર્સલ, જાણો શું છે ખાસ વાત