Ramayana: ‘રામાયણ’માં જટાયુના ‘હે રામ’ સંવાદ માટે અનુપમ ખેરે 200 વાર કર્યું રિહર્સલ, જાણો શું છે ખાસ વાત


Ramayana: રામાયણ માટે અનુપમ ખેરે 200 વાર કર્યું રિહર્સલ
Ramayana: ‘રામાયણ’માં જટાયુના ‘હે રામ’ સંવાદ માટે અનુપમ ખેરે 200 વાર કર્યું રિહર્સલ, જાણો શું છે ખાસ વાત


Ramayana: રામાયણ માટે અનુપમ ખેરે 200 વાર કર્યું રિહર્સલ
Ramayana: રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની વાર્તા અને શાનદાર VFXની સાથે જટાયુના ભાવુક દૃશ્યની પણ ખાસ ચર્ચા થઈ રહી છે. આ પાત્રને દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પોતાનો અવાજ આપ્યો છે. હવે તેમને જટાયુના પાત્ર માટે કરેલી મહેનત અને ડબિંગ દરમિયાનના એક ખાસ અનુભવ વિશે ખુલાસો કર્યો છે.
અનુપમ ખેરે તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે તેમને પહેલીવાર ફિલ્મના કેટલાક દૃશ્યો બતાવવામાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ફિલ્મના 8થી 10 મિનિટના ફૂટેજ જોયા બાદ તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમને પહેલા દિવસનું ડબિંગ પણ રદ્દ કરી દીધું હતું. જટાયુના દૃશ્યો જોયા બાદ તેમણે થોડો સમય માગ્યો હતો.
જટાયુનું પાત્ર ભજવવું કેમ હતું મુશ્કેલ?
અનુપમ ખેરના જણાવ્યા અનુસાર, જટાયુ એક બહાદુર પરંતુ વૃદ્ધ પક્ષી છે, જે રાવણ સાથે ભીષણ યુદ્ધ કર્યા બાદ મૃત્યુની નજીક છે. આવા પાત્રને અવાજ આપતી વખતે માત્ર સંવાદ બોલવો પૂરતો નથી, પરંતુ તેમાં લાગણી, પીડા અને હિંમતને પણ વ્યક્ત કરવી પડે છે.
આ ડબિંગ દરમિયાન તેમણે દિગ્દર્શક નિતેશ તિવારી સાથે કામ કર્યું હતું. એક સેશનમાં નિર્માતા નમિત મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં અગાઉથી કોઈ કલાકારના અભિનયનો સંદર્ભ ઉપલબ્ધ ન હતો. તેથી જટાયુના પાત્રની લાગણીઓને અવાજ દ્વારા જીવંત કરવી એક મોટો પડકાર હતો.
માત્ર બે શબ્દો માટે 200 વાર રિહર્સલ
અનુપમ ખેરે જણાવ્યું કે નિતેશ તિવારી ઈચ્છતા હતા કે જટાયુ અને ભગવાન રામ વચ્ચેનો સંબંધ ખૂબ જ અંગત અને ભાવનાત્મક લાગે. ખાસ કરીને સીતાને બચાવવા માટે જટાયુએ કરેલા સંઘર્ષની પીડા દર્શકો સુધી પહોંચે તે જરૂરી હતું.
આ જ કારણસર જટાયુના અંતિમ સંવાદના માત્ર 2 શબ્દો ‘હે રામ’ને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં અનુપમ ખેરે ઓછામાં ઓછી 200 વાર રિહર્સલ કર્યું હતું. તેમના મતે આ નાનકડા સંવાદમાં પાત્રની સ્થિતિ, અવાજ અને લાગણી યોગ્ય રીતે વ્યક્ત થવી જરૂરી હતી.
અનુપમ ખેરે વધુમાં જણાવ્યું કે આ ઈમોશનલ દૃશ્યની અસર એટલી ઊંડી હતી કે ફિલ્મ જોયા બાદ યશના પુત્રએ પણ તેમને સવાલ કર્યો હતો કે, ‘તમે આ પક્ષીને કેમ મારી નાખ્યું?’ આ અનુભવ જટાયુના પાત્રની દર્શકો પર પડેલી ભાવનાત્મક અસર દર્શાવે છે.
આ પણ વાંચો: Hero Ki Horrorine: એકતા કપૂરની હોરર ફિલ્મનો ખૌફનાક ફર્સ્ટ લુક થયો જાહેર




