Salman Khan: બિગ બોસના સ્ટેજ પર સલમાન ખાને પહેરી સાડી, ચિત્રાંગદા સિંહની પૂરી કરી ઈચ્છા, જુઓ VIDEO


Salman Khan: બિગ બોસમાં સલમાન ખાને પહેરી સાડી
Salman Khan: બિગ બોસના સ્ટેજ પર સલમાન ખાને પહેરી સાડી, ચિત્રાંગદા સિંહની પૂરી કરી ઈચ્છા, જુઓ VIDEO


Salman Khan: બિગ બોસમાં સલમાન ખાને પહેરી સાડી
Salman Khan: ટીવીના પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ 20’માં વીકએન્ડ કા વાર દરમિયાન સલમાન ખાનનો અલગ અંદાજ જોવા મળ્યો. સામાન્ય રીતે શોમાં કન્ટેસ્ટન્ટ્સની ભૂલો પર ગુસ્સો કરતા અથવા તેમની સાથે મજાક-મસ્તી કરતા જોવા મળતા સલમાન આ વખતે સાડી પહેરતા જોવા મળ્યો. તેને પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ની કો-સ્ટાર ચિત્રાંગદા સિંહની ઈચ્છા પૂરી કરવા માટે સ્ટેજ પર સાડી પહેરી હતી.
સલમાન ખાન આજકાલ ‘બિગ બોસ’ ઉપરાંત પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને પણ ચર્ચામાં છે. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલમાનની સાથે ચિત્રાંગદા સિંહ જોવા મળશે. 29 નવેમ્બરના વીકએન્ડ કા વાર એપિસોડમાં સલમાન શો હોસ્ટ કરવાની સાથે ફિલ્મનું પ્રમોશન પણ કરતા જોવા મળશે. આ એપિસોડમાં ચિત્રાંગદા સિંહ પણ મહેમાન તરીકે હાજરી આપશે.
ચિત્રાંગદાએ કેટરીના કૈફનો કર્યો ઉલ્લેખ
શો દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોમો વીડિયોમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સ્ટેજ પર મસ્તી કરતા જોવા મળે છે. આ દરમિયાન ચિત્રાંગદા સલમાનને સાડી પહેરવાની ઈચ્છા કરે છે. તે કેટરીના કૈફ સાથેના સલમાનના એક જૂના એપિસોડનો ઉલ્લેખ કરતાં કહે છે કે, તેને તે સમયે સાડી યોગ્ય રીતે પહેરી ન હતી. હવે આટલાં વર્ષો પછી તેમાં થોડો સુધારો થયો હશે.
View post on Instagram
ચિત્રાંગદાની વાત સાંભળીને સલમાન હસી પડે છે અને ત્યારબાદ સાડી પહેરતા જોવા મળે છે. પરંતુ સલમાનની સાડી બાંધવાની રીત જોઈને ચિત્રાંગદા ખડખડાટ હસવા લાગે છે.
ત્યારબાદ સલમાન પણ ચિત્રાંગદા સામે એક શરત મૂકે છે. તે કહે છે કે, જો તે સાડી પહેરી શકે છે તો ચિત્રાંગદાએ પણ ‘માતૃભૂમિ’માં સલમાનના લુક જેવી મૂછ લગાવવી પડશે. આ પછી ચિત્રાંગદા સલમાન જેવી મૂછ લગાવે છે. બંને કલાકારો ફિલ્મમાં એકબીજાના પાત્રના ડાયલોગ બોલતા પણ જોવા મળે છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોને પસંદ આવી રહ્યો છે.
ક્યારે રિલીઝ થશે ‘માતૃભૂમિ’?
સલમાન ખાનના ફેન્સ તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ‘માતૃભૂમિ’ 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ જ દિવસે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠ્ઠા’ પણ રિલીઝ થશે. આમ, બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળશે.
આ પણ વાંચો: Shraddha Kapoor: ‘ઈઠ્ઠા’ના પ્રમોશન માટે પટના પહોંચી શ્રદ્ધા કપૂર, અક્ષરા સિંહ પાસેથી શીખી ભોજપુરી, જુઓ VIDEO




