Mahesh Babu: મહેશ બાબુ ભગવાન રામના રોલમાં જોવા મળશે નજર? રાજામૌલીની 'વારાણસી'માં મળશે મોટું સરપ્રાઈઝ

Mahesh Babu: એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'માં મહેશ બાબુ ભગવાન રામથી પ્રેરિત લુકમાં જોવા મળી શકે છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન પણ છે.
Nancy Shukal
Nancy Shukal
Mahesh Babu: 'વારાણસી'માં રામના લુકમાં જોવા મળશે મહેશ બાબુ?Mahesh Babu: 'વારાણસી'માં રામના લુકમાં જોવા મળશે મહેશ બાબુ?

Mahesh Babu: 'વારાણસી'માં રામના લુકમાં જોવા મળશે મહેશ બાબુ?

Mahesh Babu: સાઉથ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી વર્ષ 2027માં પોતાની આગામી ફિલ્મ 'વારાણસી' સાથે દર્શકો સમક્ષ આવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મને સાઉથ સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે.

ફિલ્મના મોટા બજેટ અને શાનદાર સ્ટારકાસ્ટને કારણે ફેન્સમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા છે. હવે ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા મહેશ બાબુ ભગવાન રામની ઈમેજથી પ્રેરિત અવતારમાં જોવા મળી શકે છે.

'વારાણસી'માં કેવો હશે મહેશ બાબુનો રોલ?

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના એક ખાસ ભાગમાં મહેશ બાબુ ભગવાન રામ જેવા લુકમાં જોવા મળી શકે છે. પરંતુ તેમનું પાત્ર સીધું ભગવાન રામનું નહીં હોય, પરંતુ રામના વ્યક્તિત્વ અને ઈમેજથી પ્રેરિત હશે.

આ દૃશ્ય કંઈક અંશે એસ.એસ. રાજામૌલીની જ ફિલ્મ 'RRR'માં રામ ચરણના પાત્ર જેવું હોઈ શકે છે. 'RRR'ના એક્શન સિક્વન્સમાં રામ ચરણને ભગવાન રામની છબીમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે 'વારાણસી'માં પણ મહેશ બાબુના પાત્રનો આવો જ એક ખાસ અંદાજ જોવા મળી શકે છે. પરંતુ તેના પાત્રના અન્ય પાસાં રહસ્યમય અને અનેક સ્તરો ધરાવતા હોવાનું કહેવાય છે.

'વારાણસી'ની સ્ટારકાસ્ટ છે શાનદાર

ફિલ્મની વાર્તા અંગે હજુ સુધી વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તેની કહાની પૌરાણિક તત્ત્વો અને ડિસ્ટોપિયન સમાજની બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી હોઈ શકે છે. એસ.એસ. રાજામૌલીએ મહેશ બાબુના પાત્રને ખાસ રીતે તૈયાર કર્યું હોવાનું પણ માનવામાં આવે છે.

ફિલ્મમાં મહેશ બાબુની સામે પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે પ્રિયંકા ચોપરા મુખ્ય એક્ટ્રેસ તરીકે ફિલ્મનો ભાગ છે. 'બાહુબલી' અને 'RRR' જેવી સફળ ફિલ્મો આપ્યા બાદ રાજામૌલી ફરી એક ભવ્ય ફિલ્મ લઈને આવી રહ્યા છે.

ક્યારે રિલીઝ થશે 'વારાણસી'?

'વારાણસી' અગાઉ એપ્રિલ 2027માં રિલીઝ થવાની હતી. પરંતુ હવે ફિલ્મ ઓગસ્ટ 2027 સુધીમાં સિનેમાઘરોમાં આવી શકે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ રિલીઝની નવી તારીખ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. મહેશ બાબુનો રામથી પ્રેરિત લુક અને ફિલ્મની સ્ટોરીને લઈને ફેન્સમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Eetha: 'ઈઠ્ઠા'માં શ્રદ્ધા કપૂર સાથે લાવણીનો મુકાબલો કરશે અક્ષરા સિંહ, શેર કરી ખાસ તસવીર