Shraddha Kapoor: ‘ઈઠ્ઠા’ના પ્રમોશન માટે પટના પહોંચી શ્રદ્ધા કપૂર, અક્ષરા સિંહ પાસેથી શીખી ભોજપુરી, જુઓ VIDEO


Shraddha Kapoor: ‘ઈઠ્ઠા’ના પ્રમોશનમાં શ્રદ્ધા કપૂરે શીખી ભોજપુરી
Shraddha Kapoor: ‘ઈઠ્ઠા’ના પ્રમોશન માટે પટના પહોંચી શ્રદ્ધા કપૂર, અક્ષરા સિંહ પાસેથી શીખી ભોજપુરી, જુઓ VIDEO


Shraddha Kapoor: ‘ઈઠ્ઠા’ના પ્રમોશનમાં શ્રદ્ધા કપૂરે શીખી ભોજપુરી
Shraddha Kapoor: બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ ‘ઈઠ્ઠા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં કોલ્હાપુર પહોંચ્યા બાદ હવે શ્રદ્ધા ફિલ્મના પ્રમોશન માટે બિહારની રાજધાની પટના પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે ફિલ્મની કો-સ્ટાર અને ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ પણ જોવા મળી હતી. પટનામાં યોજાયેલા પ્રમોશનલ ઈવેન્ટમાં બંને એક્ટ્રેસે સ્ટેજ પર ધૂમ મચાવી હતી. આ ઈવેન્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અક્ષરા સિંહે શ્રદ્ધા કપૂરને શીખવાડી ભોજપુરી
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં શ્રદ્ધા કપૂર અને અક્ષરા સિંહ એકસાથે સ્ટેજ પર જોવા મળે છે. આ દરમિયાન અક્ષરા શ્રદ્ધાને ભોજપુરી બોલતાં શીખવતી નજરે પડે છે. અક્ષરા ભોજપુરીમાં એક ડાયલોગ બોલે છે, જેને શ્રદ્ધા પણ તેની પાછળ બોલવાનો પ્રયાસ કરે છે. શ્રદ્ધાનો આ અંદાજ ફેન્સને પસંદ આવ્યો હતો અને ઓડિયન્સે પણ તાળીઓથી તેને પ્રોત્સાહન આપ્યું હતું.
વીડિયોમાં અક્ષરા કહે છે કે “પાનમાં પાન ચખેલા ત મીઠા, આ તૂફાન કે નાચ દેખેલા ત ઈઠ્ઠા.” ત્યારબાદ શ્રદ્ધા પણ આ જ લાઈનનું પુનરાવર્તન કરે છે. આ ડાયલોગ દ્વારા ફિલ્મ ‘ઈઠ્ઠા’ના જાદુ અને તેની ખાસિયતને પ્રમોટ કરવામાં આવી હતી.
View post on Instagram
‘ઈઠ્ઠા’થી અક્ષરા સિંહ કરશે બોલીવુડ ડેબ્યૂ
ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ ફિલ્મ ‘ઈઠ્ઠા’થી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેને અગાઉ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. પરંતુ ફિલ્મમાં તેના પાત્ર વિશે વધુ વિગતો સામે આવી નથી. ફિલ્મમાં તે શ્રદ્ધા કપૂર સાથે લાવણીમાં સ્પર્ધા કરતી જોવા મળશે.
4 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થશે ફિલ્મ
‘ઈઠ્ઠા’ મહારાષ્ટ્રની જાણીતી તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવન પર આધારિત હિન્દી બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને અક્ષરા સિંહ સિવાય નાના પાટેકર, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને અનંત જોશી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.




