Ranbir Kapoor: 'એનિમલ પાર્ક'માં ફરી જોરદાર અંદાજમાં જોવા મળશે રણબીર કપૂર, સંદીપ રેડ્ડી વાંગાએ આપી મોટું અપડેટ

Ranbir Kapoor: સંદીપ રેડ્ડી વાંગાએ 'એનિમલ પાર્ક' અંગે અપડેટ આપ્યું છે. 'સ્પિરિટ'નું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ રણબીર કપૂર સાથે સિક્વલ પર કામ શરૂ કરશે.
Nancy Shukal
Nancy Shukal
Ranbir Kapoor: 'એનિમલ પાર્ક'ને લઈને સામે આવ્યું મોટું અપડેટRanbir Kapoor: 'એનિમલ પાર્ક'ને લઈને સામે આવ્યું મોટું અપડેટ

Ranbir Kapoor: 'એનિમલ પાર્ક'ને લઈને સામે આવ્યું મોટું અપડેટ

Ranbir Kapoor: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1' હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના 23 દિવસ પૂર્ણ કર્યા છે અને ટૂંક સમયમાં વિશ્વભરમાં 1800 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી શકે છે. બીજી તરફ રણબીર કપૂરની આગામી ફિલ્મોને લઈને પણ ફેન્સમાં ઉત્સુકતા છે. તેની આગામી ફિલ્મોમાં 'બ્રહ્માસ્ત્ર 2' અને 'એનિમલ પાર્ક'નો સમાવેશ થાય છે. હવે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ 'એનિમલ'ની સિક્વલ અંગે મોટું અપડેટ આપ્યું છે.

'સ્પિરિટ' બાદ 'એનિમલ પાર્ક' પર કામ શરૂ કરશે સંદીપ રેડ્ડી વાંગા

હાલમાં સંદીપ રેડ્ડી વાંગાનું સંપૂર્ણ ધ્યાન પ્રભાસ સાથેની આગામી ફિલ્મ 'સ્પિરિટ' પર છે. પ્રભાસ અત્યારે 'ફૌજી'ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી 'સ્પિરિટ'ના શૂટિંગમાં વિલંબ થયો છે. આ કારણે ફિલ્મની અગાઉ નક્કી થયેલી માર્ચ 2027ની રિલીઝ ડેટ પણ આગળ વધારવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રભાસ ટૂંક સમયમાં 'સ્પિરિટ'ના સેટ પર પરત ફરીને શૂટિંગ શરૂ કરશે.

'સ્પિરિટ'નું કામ પૂરું થયા બાદ સંદીપ રેડ્ડી વાંગા 'એનિમલ પાર્ક' પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલે કે, રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગાની જોડી ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળી શકે છે.

સંદીપ રેડ્ડી વાંગાએ શું કહ્યું?

એક ઈન્ટરવ્યુમાં સંદીપ રેડ્ડી વાંગાએ 'એનિમલ પાર્ક' અંગે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં આ ફિલ્મ શરૂ કરશે. 'સ્પિરિટ'નું કામ પૂર્ણ થતાં જ તેઓ 'એનિમલ પાર્ક' પર કામ શરૂ કરી દેશે.

આ સિક્વલમાં રણબીર કપૂર ફરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'એનિમલ'ના પહેલા ભાગમાં રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં હતાં. પરંતુ સિક્વલની બાકીની સ્ટારકાસ્ટ અને રિલીઝ અંગે હજુ વધુ વિગતો સામે આવી નથી.

'એનિમલ'એ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી હતી?

વર્ષ 2023માં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'એ બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી. ફિલ્મે ભારતમાં 553.87 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે તેનું ભારતીય ગ્રોસ કલેક્શન 660 કરોડ રૂપિયા નોંધાયું હતું.

વિદેશી બજારમાંથી ફિલ્મે આશરે 255 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 915 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. હવે ફેન્સને 'એનિમલ પાર્ક'માં રણબીર કપૂરનો ફરી એકવાર ખૂંખાર અંદાજ જોવાની આતુરતા છે.

આ પણ વાંચો: Ramayana: 'રામાયણ'નો બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ, ભારતમાં 1000 કરોડ કમાણી કરનારી બીજી બોલીવુડ ફિલ્મ બની