Yash: એક જ વર્ષમાં 2000 કરોડની કમાણી! યશે બનાવ્યો અનોખો રેકોર્ડ, આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય એક્ટર બન્યો

Yash: યશની ‘ટોક્સિક’ અને ‘રામાયણ: પાર્ટ 1’એ મળીને 2016 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે તે 2000 કરોડનો આંકડો પાર કરનારા બીજો ભારતીય એક્ટર બન્યો.
Nancy Shukal
Nancy Shukal
Yash: યશે બનાવ્યો એક અનોખો રેકોર્ડYash: યશે બનાવ્યો એક અનોખો રેકોર્ડ

Yash: યશે બનાવ્યો એક અનોખો રેકોર્ડ

Yash: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો જાદુ ફરી એકવાર બોક્સ ઓફિસ પર જોવા મળી રહ્યો છે. ‘KGF’ ફ્રેન્ચાઈઝી દ્વારા દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવનાર યશે હવે ‘રામાયણ’ના પ્રથમ ભાગથી પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ વાત એ છે કે તેની 2 ફિલ્મોની કમાણીએ મળીને 2000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે યશ એક ખાસ બોક્સ ઓફિસ રેકોર્ડ બનાવનારા દેશનો બીજો એક્ટર બની ગયો છે.

આ પહેલાં આ સિદ્ધિ અભિનેતા રણવીર સિંહે મેળવી હતી. તેની ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મોએ મળીને 3000 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું. હવે યશ પણ એક વર્ષમાં 2 ફિલ્મો દ્વારા 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા કલાકારોના લિસ્ટમાં સામેલ થયો છે.

યશની 2 ફિલ્ને મળીને કર્યા 2016 કરોડનું કલેક્શન

યશની ફિલ્મ ‘ટોક્સિક’ વર્ષ 2026માં રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઊતરી શકી ન હતી. તેમ છતાં મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મે 346 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બીજી તરફ, ‘રામાયણ: પાર્ટ 1’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે માત્ર 17 દિવસમાં 1651 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ 18મા દિવસે પણ ફિલ્મે 19 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાની ચર્ચા છે. આ આંકડા સેકનિલ્કના અહેવાલ પર આધારિત છે. બંને ફિલ્મોની કમાણીનો સરવાળો કરવામાં આવે તો યશની ફિલ્મોએ કુલ 2016 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

રણવીર સિંહે સૌથી પહેલાં બનાવ્યો હતો આ રેકોર્ડ

આ ખાસ સિદ્ધિ મેળવનારા પ્રથમ એક્ટર રણવીર સિંહ છે. તેની ‘ધુરંધર’ના પ્રથમ ભાગે 1307 કરોડ રૂપિયા અને બીજા ભાગે 1813 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બંને ફિલ્મોનું કુલ કલેક્શન 3120 કરોડ રૂપિયા થાય છે.

આ રીતે રણવીર સિંહે 2 ફિલ્મો દ્વારા 3000 કરોડ રૂપિયાથી વધુની કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે યશ પણ 2000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને આ ખાસ લિસ્ટમાં સામેલ થયો છે. પરંતુ યશની આ સિદ્ધિમાં એક તરફ ‘ટોક્સિક’નું કલેક્શન છે, તો બીજી તરફ ‘રામાયણ’ની જબરદસ્ત બોક્સ ઓફિસ સફળતાનો મોટો ફાળો છે.

આ પણ વાંચો: Ramayana: 60% શૂટિંગ પૂર્ણ છતાં ‘રામાયણ: પાર્ટ 2’માં એક વર્ષની કેમ થઈ રહી છે વાર? સિનેમેટોગ્રાફરે જણાવી હકીકત