Shilpa Shetty: 'બિગ બોસ'નું સ્થાન લેશે નવો રિયાલિટી શો 'પ્યાર કા પ્રેશર કુકર', શિલ્પા શેટ્ટી કરશે હોસ્ટ


Shilpa Shetty હોસ્ટ કરશે 'પ્યાર કા પ્રેશર કુકર' શો
Shilpa Shetty: 'બિગ બોસ'નું સ્થાન લેશે નવો રિયાલિટી શો 'પ્યાર કા પ્રેશર કુકર', શિલ્પા શેટ્ટી કરશે હોસ્ટ


Shilpa Shetty હોસ્ટ કરશે 'પ્યાર કા પ્રેશર કુકર' શો
Shilpa Shetty: સલમાન ખાનનો પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ 20' હાલમાં દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યો છે. શોમાં દરરોજ નવા વિવાદો અને રસપ્રદ વળાંકો જોવા મળી રહ્યા છે. ટીઆરપીની દૃષ્ટિએ પણ આ સિઝન સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ હવે શો પૂરો થવામાં ગણતરીના અઠવાડિયાં બાકી છે. બિગ બોસની 10 અઠવાડિયાની સફર પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર 5 અઠવાડિયાં બાકી છે.
ત્યારે દર્શકો માટે એક નવા રિયાલિટી શોની જાહેરાત કરવામાં આવી છે. 'પ્યાર કા પ્રેશર કુકર' નામનો આ શો બિગ બોસ બાદ કલર્સ અને જિયો હોટસ્ટાર પર જોવા મળશે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આ શોને હોસ્ટ કરશે.
શું છે 'પ્યાર કા પ્રેશર કુકર'નો કોન્સેપ્ટ?
'પ્યાર કા પ્રેશર કુકર'ને ભારતનો પ્રથમ રિલેશનશિપ ક્લેરિટી શો ગણાવવામાં આવી રહ્યો છે. આ શોમાં પ્રેમ, સંબંધો, કમિટમેન્ટ અને માતા-પિતાની દખલગીરી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમાં એવા કપલ્સ જોવા મળશે, જેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે, પરંતુ પોતાના સંબંધને કોઈ નામ આપી શક્યા નથી. આ ઉપરાંત લાંબા સમયથી રિલેશનશિપમાં હોવા છતાં લગ્ન કે સંબંધને આગળ વધારવા અંગે નિર્ણય ન લઈ શકતાં કપલ્સ પણ ભાગ લેશે.
View post on Instagram
કપલ્સ સાથે માતા-પિતા પણ થશે સામેલ
આ શૂટિંગ એક જ ઘરમાં કરવામાં આવશે, જ્યાં કપલ્સને પોતાના સંબંધો સાથે જોડાયેલા મુશ્કેલ સવાલોના જવાબ આપવા પડશે. ખાસ વાત એ છે કે સ્પર્ધકોનાં માતા-પિતા પણ શોમાં સામેલ થશે. તેઓ પોતાના બાળકોના સંબંધો અંગે અભિપ્રાય આપશે અને તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.
'જોડો અથવા તોડો'ની થીમ પર આધારિત શો
આ શોની સમગ્ર થીમ 'જોડો અથવા તોડો' પર આધારિત છે. પ્રેશર કુકર અને તેની સીટી દ્વારા સંબંધોમાં છુપાયેલી હકીકતો સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જ્યારે કોઈ મહત્વપૂર્ણ વાત સામે આવશે અથવા સંબંધોની ગૂંચવણનો જવાબ મળશે, ત્યારે તેને 'ક્લેરિટીની સીટી' દ્વારા દર્શાવવામાં આવશે.
શિલ્પા શેટ્ટીએ વ્યક્ત કર્યો ઉત્સાહ
શોનું પ્રમોશનલ પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં શિલ્પા શેટ્ટી આજના યુવાનોના પ્રેમ અને સંબંધો પ્રત્યેના બદલાતા અભિગમ વિશે વાત કરતી જોવા મળે છે. શોને હોસ્ટ કરવા અંગે શિલ્પાએ કહ્યું કે આ શોની સૌથી ખાસ વાત તેનો નવો અને અલગ અંદાજ છે. આ શોમાં માત્ર કપલ્સ જ નહીં, પરંતુ તેમનાં માતા-પિતા પણ ખુલ્લા મનથી પોતાની વાત રજૂ કરી શકશે.
શિલ્પાએ વધુમાં જણાવ્યું કે આ શો લોકોને તેમના સંબંધો અંગે ખરેખર શું જોઈએ છે તે સમજવાની તક આપશે. આ નવા શોને હોસ્ટ કરવા માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, શો કઈ તારીખથી શરૂ થશે તેની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: Sharvari: શરવરીએ ભાગ્યશ્રીના લીધા આશીર્વાદ, 'યે પ્રેમ મોલ લિયા'ના ગીત પર એક્ટ્રેસ સાથે કર્યો ધમાકેદાર ડાન્સ




