Prince William: પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સ સ્ટુડિયોની લીધી મુલાકાત, સૈફ-કરીનાએ કર્યું સ્વાગત


Prince William: કરણ જોહરની ઓફિસે પહોંચ્યા પ્રિન્સ વિલિયમ
Prince William: પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સ સ્ટુડિયોની લીધી મુલાકાત, સૈફ-કરીનાએ કર્યું સ્વાગત


Prince William: કરણ જોહરની ઓફિસે પહોંચ્યા પ્રિન્સ વિલિયમ
Prince William: બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ વિલિયમ 3 દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન બુધવારે મુંબઈમાં તેમના પ્રવાસમાં બોલીવુડનો ખાસ રંગ જોવા મળ્યો હતો. પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ સ્થિત ફિલ્મમેકર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ 'ધર્મા પ્રોડક્શન્સ'ની મુલાકાતે પહોંચ્યા. આ ખાસ પ્રસંગે કરણ જોહર ઉપરાંત બોલીવુડના લોકપ્રિય કપલ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ તેમનું સ્વાગત કરવા હાજર રહ્યાં હતાં.
'કભી ખુશી કભી ગમ'નાં ગીતો પર થયું સ્વાગત
ધર્મા પ્રોડક્શન્સના ઓફિસમાં પ્રિન્સ વિલિયમનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ડાન્સર્સની એક ટીમે વર્ષ 2001માં રિલીઝ થયેલી કરણ જોહરની લોકપ્રિય ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'નાં ગીતો પર શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન 'બોલે ચૂડિયાં', 'સે શાવા શાવા' અને ફિલ્મના ટાઈટલ ટ્રેકની ધૂન ગુંજી ઊઠી હતી.
ફિલ્મમાં પૂજા એટલે કે 'પૂ'નું યાદગાર પાત્ર ભજવનાર કરીના કપૂર ખાન માટે પણ આ ખાસ ક્ષણ હતી. પોતાના લોકપ્રિય ગીતો પર પ્રિન્સ વિલિયમનું સ્વાગત થતું જોઈને જૂની યાદો તાજી થઈ હતી.
View post on Instagram
45 મિનિટ સુધી ભારતીય અને બ્રિટિશ સિનેમા અંગે ચર્ચા
પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સના ઓફિસમાં લગભગ 45 મિનિટનો સમય પસાર કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમને કરણ જોહર સાથે ભારતીય સિનેમાના ઈન્ટરનેશનલ લેવલે વધી રહેલા પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. આ સિવાય ભારતીય અને બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે ભવિષ્યમાં સહયોગ વધારવાની શક્યતાઓ પર પણ વાતચીત થઈ હતી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Mumbai, Maharashtra: Prince of Wales, Prince William visits Dharma Productions studio, where filmmaker Karan Johar receives him. Actors Saif Ali Khan and Kareena Kapoor are also present https://t.co/SdV4ELLlvj</p>— IANS (@ians_india) <a href="https://x.com/ians_india/status/2122962810498122141?ref_src=twsrc%5Etfw">November 18, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
અર્થશોટ પ્રાઈઝ એવોર્ડના એક દિવસ બાદ મુલાકાત
આ મુલાકાત 17 નવેમ્બરે મુંબઈમાં યોજાયેલા 2026ના અર્થશોટ પ્રાઈઝ એવોર્ડના એક દિવસ બાદ થઈ હતી. પર્યાવરણ સંબંધિત પડકારોના ઉકેલ માટે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરતા આ એવોર્ડની શરૂઆત પ્રિન્સ વિલિયમે કરી હતી. મુંબઈમાં યોજાયેલા આ સમારોહનું સંચાલન કરણ જોહરે કર્યું હતું. પ્રિન્સ વિલિયમના ત્રણ દિવસના ભારત પ્રવાસમાં મુંબઈ અને દિલ્હી ખાતે અનેક કાર્યક્રમો સામેલ છે.
આ પણ વાંચો: Amitabh Bachchan Post: 3 દિવસ પછી બિગ બીએ કર્યો ખુલાસો, જણાવ્યું ‘બચ ગયા’ લખવાનું કારણ




