Amitabh Bachchan Post: 3 દિવસ પછી બિગ બીએ કર્યો ખુલાસો, જણાવ્યું ‘બચ ગયા’ લખવાનું કારણ

Amitabh Bachchan Post: અમિતાભ બચ્ચને KBCના સેટ પર પેન્ટની બેલ્ટ તૂટવાની ઘટના બાદ ‘બચ ગયા’ પોસ્ટ કરી હતી. ત્રણ દિવસ પછી તેમને ખુલાસો કર્યો છે.
Nancy Shukal
Nancy Shukal
Amitabh Bachchan Post: અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસોAmitabh Bachchan Post: અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો

Amitabh Bachchan Post: અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો

Amitabh Bachchan Post: બોલીવુડ દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેઓ ઘણીવાર ટૂંકા શબ્દોમાં એવી પોસ્ટ શેર કરે છે, જેનો અર્થ સમજવા માટે ફેન્સ ઉત્સુક બની જાય છે. તાજેતરમાં તેમની આવી જ એક પોસ્ટ ચર્ચાનો વિષય બની હતી.

15 નવેમ્બરે તેમને X પર માત્ર બે શબ્દો લખ્યા હતા, ‘બચ ગયા’. આ પોસ્ટનો અર્થ શું હતો તે અંગે ફેન્સમાં અનેક સવાલો ઊભા થયા હતા. હવે ત્રણ દિવસ બાદ અમિતાભ બચ્ચને પોતે જ આ પોસ્ટ પાછળનું કારણ જણાવ્યું છે.

KBCના સેટ પર ફાટી ગયો હતો પેન્ટનો બેલ્ટ

અમિતાભ બચ્ચને 18 નવેમ્બરે નવી પોસ્ટ શેર કરીને જૂની પોસ્ટનો ખુલાસો કર્યો હતો. તેને લખ્યું કે KBCના શૂટિંગ દરમિયાન તેમના પેન્ટનો બેલ્ટ તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેમને ઉતાવળમાં નાડું બાંધી લીધું હતું. આ ઘટના બાદ તેમને ‘બચ ગયા’ લખ્યું હતું. બિગ બીની આ ફની વાત સામે આવ્યા બાદ ફેન્સને તેમની અગાઉની પોસ્ટનો અર્થ સમજાઈ ગયો છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવી છે.

<blockquote class="twitter-tweet"><p lang="hi" dir="ltr">T 5850 - KBC शूट पे pant की belt टूट गई, जल्दी से नाड़ा बाँध लिया - 'बच गए '</p>&mdash; Amitabh Bachchan (@SrBachchan) <a href="https://x.com/SrBachchan/status/2122984433846530095?ref_src=twsrc%5Etfw">November 18, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

KBC-18ના શૂટિંગમાં વ્યસ્ત છે અમિતાભ બચ્ચન

હાલમાં અમિતાભ બચ્ચન પોતાના લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ (KBC)ની 18મી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિઝન 10 ઓગસ્ટ, 2026થી સોની ટીવી પર શરૂ થઈ હતી. નવેમ્બરની શરૂઆતમાં હવામાનના કારણે તેમની તબિયત થોડી ખરાબ થઈ હતી, જેના લીધે તેઓ થોડા સમય માટે શૂટિંગથી દૂર રહ્યા હતા.

પરંતુ 10 નવેમ્બરથી તેમને ફરી શૂટિંગ શરૂ કરી દીધું હતું. 12 નવેમ્બરે શોના મેકર્સે નવા એપિસોડનો પ્રોમો જાહેર કર્યો હતો અને 16 નવેમ્બરથી નવા એપિસોડનું ટેલિકાસ્ટ શરૂ થયું હતું. આ દરમિયાન 15 નવેમ્બરે તેમને ‘બચ ગયા’ પોસ્ટ કરી હતી.

આગામી ફિલ્મોમાં જોવા મળશે બિગ બી

ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે વર્ષ 2025માં આવેલી ફિલ્મ '120 બહાદુર'માં જોવા મળ્યા હતા. હવે તેમની આગામી ફિલ્મોમાં 'સેક્શન 84' અને 'કલ્કિ 2898 એડી'ની સિક્વલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Kareena Kapoor: 25 વર્ષ બાદ કરીના કપૂર અને ઋતિક રોશનનું રીયુનિયન! ફિલ્મમાં એકસાથે મળશે જોવા?