Ranbir Kapoor: જમાઈ રણબીર કપૂર 'રામાયણ'માં બન્યો ભગવાન રામ, મહેશ ભટ્ટે ગર્વથી કહી આ વાત


Ranbir Kapoor: રણબીર કપૂર માટે મહેશ ભટ્ટે કહી ખાસ વાત
Ranbir Kapoor: જમાઈ રણબીર કપૂર 'રામાયણ'માં બન્યો ભગવાન રામ, મહેશ ભટ્ટે ગર્વથી કહી આ વાત


Ranbir Kapoor: રણબીર કપૂર માટે મહેશ ભટ્ટે કહી ખાસ વાત
Ranbir Kapoor: બોલીવુડ એક્ટર રણબીર કપૂર હાલમાં પોતાની ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં તેમના અભિનયના દર્શકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો વખાણ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં તેના સસરા અને જાણીતા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનું નામ પણ જોડાયું છે. મહેશ ભટ્ટે પોતાના જમાઈના અભિનયને લઈને ગર્વ વ્યક્ત કર્યો છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસ સોની રાઝદાને કર્યો છે.
સોની રાઝદાને કર્યો મહેશ ભટ્ટના રિએક્શનનો ખુલાસો
તાજેતરમાં સોની રાઝદાને દિવાળીના સેલિબ્રેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં કપૂર પરિવારની દિવાળી પાર્ટીની ઝલક જોવા મળી હતી. એક તસવીરમાં રણબીર કપૂર મહેશ ભટ્ટ સાથે બેઠેલા જોવા મળે છે.
આ તસવીર સાથે સોની રાઝદાને આપેલું કેપ્શન ખાસ ચર્ચામાં આવ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે મહેશ ભટ્ટને 'રામાયણ'માં રણબીર કપૂરે ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી હોવાનો ખૂબ ગર્વ છે. સોનીએ લખ્યું હતું કે, "તેમણે ખૂબ જ ગર્વથી કહ્યું- મારી પાસે રામ છે." મહેશ ભટ્ટની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
આલિયા ભટ્ટે પણ પતિ માટે વ્યક્ત કર્યો ગર્વ
રણબીર કપૂરની પત્ની અને એક્ટ્રેસ આલિયા ભટ્ટએ પણ ફિલ્મમાં પતિની એક્ટિંગને લઈને ગર્વ વ્યક્ત કર્યો હતો. ફિલ્મના સેટ પરથી BTS તસવીરો શેર કરીને આલિયાએ રણબીરની મહેનતની પ્રશંસા કરી હતી.

આ તસવીરોમાં તેમની દીકરી રાહા પણ ફિલ્મના સેટ પર જોવા મળી હતી. આલિયાએ લખ્યું હતું કે, "તમે આ ફિલ્મમાં તમારું સર્વસ્વ આપી દીધું અને છતાં તમારી દીકરી માટે તમારો પ્રેમ ઓછો થયો નથી. મને તમારા પર ખૂબ ગર્વ છે, રણબીર!"
તેણે ફિલ્મ સાથે જોડાયેલી સમગ્ર ટીમની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કેટલીક વાર્તાઓ આપણા બધાથી મોટી હોય છે અને 'રામાયણ' પણ તેમાંથી એક છે.
'રામાયણ'માં જોવા મળશે અનેક મોટા કલાકારો
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય સાઈ પલ્લવી, યશ, રવિ દુબે, સની દેઓલ, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ, લારા દત્તા અને ફૈસલ મલિક સહિત અનેક કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન અંગે આપવામાં આવેલા મીડિયા રિપોર્ટ મુજબ, રિલીઝના 5 દિવસમાં જ ફિલ્મે ભારતમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 346.35 કરોડ રૂપિયા થયું છે, જ્યારે વિશ્વભરમાં તેનું ગ્રોસ કલેક્શન 663.90 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.




