Kareena Kapoor: 25 વર્ષ બાદ કરીના કપૂર અને ઋતિક રોશનનું રીયુનિયન! ફિલ્મમાં એકસાથે મળશે જોવા?

Kareena Kapoor: ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ની લોકપ્રિય જોડી કરીના કપૂર અને ઋતિક રોશન 25 વર્ષ બાદ ફરી સાથે જોવા મળી શકે છે. કરણ જોહરના ટીઝરે ફેન્સમાં ઉત્સાહ વધાર્યો.
Nancy Shukal
Nancy Shukal
Kareena Kapoor: કરીના-ઋતિકનું 25 વર્ષ બાદ રીયુનિયનKareena Kapoor: કરીના-ઋતિકનું 25 વર્ષ બાદ રીયુનિયન

Kareena Kapoor: કરીના-ઋતિકનું 25 વર્ષ બાદ રીયુનિયન

Kareena Kapoor: બોલીવુડની પોપ્યુલર ઓનસ્ક્રીન જોડી કરીના કપૂર અને ઋતિક રોશન ફરી એકવાર સાથે જોવા મળે તેવી શક્યતા છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી કરણ જોહરની સુપરહિટ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

આ ફિલ્મમાં કરીના કપૂરે 'પૂ' એટલે કે પૂજા શર્માનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે ઋતિક રોશન રોહન રાયચંદ ઉર્ફે 'લડ્ડુ'ના રોલમાં જોવા મળ્યો. હવે લગભગ 25 વર્ષ બાદ બંનેના રીયુનિયનની હિન્ટ મળતાં ફેન્સ એક્સાઈટેડ થઈ રહ્યા છે.

કરણ જોહરે વીડિયો શેર કરીને આપી હિન્ટ

ફિલ્મમેકર કરણ જોહરે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટીઝર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરીના અને ઋતિકની ઝલક જોવા મળે છે. વીડિયોમાં કરીના પોતાના જાણીતા 'પૂ' અંદાજમાં લિપસ્ટિક લગાવતી જોવા મળે છે. આ દૃશ્ય ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં તેના લોકપ્રિય પાત્રની યાદ અપાવે છે.

View post on Instagram

બીજી તરફ ઋતિક રોશન લેધર જેકેટ અને શૂઝ પહેરીને તૈયાર થતા જોવા મળે છે. તેનો આ અંદાજ ફિલ્મના 'લડ્ડુ' રોલની યાદ તાજી કરાવે છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને એરબીએનબી (Airbnb)ની એક જાહેરાતમાં સાથે જોવા મળી શકે છે. પરંતુ ટીઝરમાં બંનેના ચહેરા સંપૂર્ણ રીતે બતાવવામાં આવ્યા નથી. કરણ જોહરે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, "કેટલીક કહાનીઓ 25 વર્ષ પછી પણ પૂરી થતી નથી." તેમના આ સંદેશે રીયુનિયનની ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.

ફેન્સે કરી ફિલ્મની માગ

વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે પોતાની ખુશી વ્યક્ત કરી છે. ફિલ્મમેકર તાહિરા કશ્યપે બંનેને સાથે ફિલ્મમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અનેક યુઝર્સે પણ લખ્યું કે તેમને માત્ર જાહેરાત નહીં, પરંતુ આ જોડીની નવી ફિલ્મ જોવી છે.

તમને જણાવી દઈએ કે 'કભી ખુશી કભી ગમ'માં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, કરીના કપૂર અને ઋતિક રોશન જેવા કલાકારો જોવા મળ્યા હતા. આજે પણ આ ફિલ્મ અને તેના પાત્રો દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો: Diljit Dosanjh: દિલજીત દોસાંઝે માણી ગીરની સફારી, એશિયાટિક સિંહ દર્શનનો આનંદ માણ્યો