Diljit Dosanjh: દિલજીત દોસાંઝે માણી ગીરની સફારી, એશિયાટિક સિંહ દર્શનનો આનંદ માણ્યો

Diljit Dosanjh: દિલજીત દોસાંઝે ગીર નેશનલ પાર્કની મુલાકાત લઈ એશિયાટિક સિંહની સફારીનો આનંદ માણ્યો. અમદાવાદમાં કોન્સર્ટ પહેલાં ગુજરાતના વન્યજીવનનો અનુભવ કર્યો.
Nancy Shukal
Nancy Shukal
Diljit Dosanjh: દિલજીત દોસાંઝે ગીરમાં સફારીનો આનંદ માણ્યોDiljit Dosanjh: દિલજીત દોસાંઝે ગીરમાં સફારીનો આનંદ માણ્યો

Diljit Dosanjh: દિલજીત દોસાંઝે ગીરમાં સફારીનો આનંદ માણ્યો

Diljit Dosanjh: વૈશ્વિક સંગીત જગતના પોપ્યુલર સ્ટાર અને પંજાબી સિંગર દિલજીત દોસાંઝ હાલ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા તેના આગામી કોન્સર્ટ પહેલાં દિલજીતે ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્ય અને વન્યજીવનનો આનંદ માણ્યો હતો. તેને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈને એશિયાટિક સિંહ સફારીનો અનુભવ કર્યો હતો. ગીરના જંગલમાં સિંહોને નિહાળીને દિલજીત દોસાંઝ અભિભૂત થયા હતા.

દિલજીત દોસાંઝની ગીર મુલાકાતે

દિલજીતની આ મુલાકાતથી ગુજરાતના પ્રવાસન અને કોન્સર્ટ ટૂરિઝમની સંભાવનાઓ પણ ચર્ચામાં આવી છે. ગુજરાતમાં મોટા પાયે યોજાતા સંગીત કાર્યક્રમો હવે પ્રવાસન ક્ષેત્ર માટે નવી તકો ઊભી કરી રહ્યા છે. દેશ-વિદેશમાંથી આવતા સંગીતપ્રેમીઓ કોન્સર્ટની સાથે રાજ્યનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લઈ શકે છે.

ગુજરાતના ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ

ખાસ કરીને ગીરનું જંગલ, એશિયાટિક સિંહો, ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની શકે છે. અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય સ્તરના કોન્સર્ટ સાથે આવા પ્રવાસન સ્થળોને જોડવાથી ગુજરાતની ડેસ્ટિનેશન બ્રાન્ડિંગને પણ નવી ઓળખ મળી શકે છે.

View post on Instagram

કોન્સર્ટ ટૂરિઝમથી વ્યવસાયોને પણ મોટો ફાયદો થઈ શકે છે

કોન્સર્ટ ટૂરિઝમથી હોટેલ, રેસ્ટોરન્ટ, પરિવહન અને સ્થાનિક વ્યવસાયોને પણ મોટો ફાયદો થઈ શકે છે. મોટા કાર્યક્રમોમાં ભાગ લેવા આવતા પ્રવાસીઓના કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળવાની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે.

દિલજીત દોસાંઝની ગીર મુલાકાત મનોરંજન અને પ્રવાસન વચ્ચેના વધતા સંબંધનું ઉદાહરણ છે. ગુજરાત હવે માત્ર ઐતિહાસિક અને ધાર્મિક પ્રવાસન પૂરતું મર્યાદિત ન રહેતાં કોન્સર્ટ, ઈવેન્ટ અને એક્સપિરિએન્શિયલ ટૂરિઝમ માટે પણ આકર્ષક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.

આ પણ વાંચો: Sharad Kapoor: કામ માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા શરદ કપૂરને મળ્યો સલમાન ખાનનો સાથ, જાન્યુઆરીથી કરશે કમબેક