Gunmaster G9 Trailer: ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ગનમાસ્ટર G9'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ


Gunmaster G9 Trailer: ઈમરાન હાશ્મીની ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
Gunmaster G9 Trailer: ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ગનમાસ્ટર G9'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ


Gunmaster G9 Trailer: ઈમરાન હાશ્મીની ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
Gunmaster G9 Trailer: બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીના ફેન્સ માટે ખુશખબર છે. તેની આગામી ફિલ્મ 'ગનમાસ્ટર G9'નું ટ્રેલર 11 નવેમ્બર 2026ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં ઈમરાન હાશ્મીનો રોમેન્ટિક અંદાજ અને ખતરનાક એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે જેનેલિયા દેશમુખ અને અપારશક્તિ ખુરાના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર રિલીઝ થતાં જ ફિલ્મને લઈને ફેન્સની ઉત્સુકતા વધી છે.
ઈમરાન હાશ્મીના દમદાર ડાયલોગ્સે ખેંચ્યું ધ્યાન
2 મિનિટ 41 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત ઈમરાન હાશ્મીના દમદાર ડાયલોગથી થાય છે. જેમાં તે કહે છે કે, 'પૂજારી પોતાનું તિલક, મિયાંભાઈ પોતાનો ઈમાન અને અમે અમારા ઈશ્કને માથે સજાવીને રાખીએ છીએ. પરંતુ એક દિવસ કોઈએ તેને પગ નીચે કચડી નાખ્યો.'
ત્યારબાદ ટ્રેલરમાં ઈમરાન અને જેનેલિયા દેશમુખ વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળે છે. બીજી તરફ અપારશક્તિ ખુરાના નેગેટિવ ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
રોમાન્સની સાથે એક્શનનો પણ જબરદસ્ત ડોઝ
ફિલ્મના ટ્રેલરમાં ઈમરાન હાશ્મીનો રોમેન્ટિક અંદાજ પણ જોવા મળે છે. તે જેનેલિયાને વચન આપતાં કહે છે કે, 'હું તને હસાવી ભલે ન શકું, પરંતુ ક્યારેય કોઈને તને રડાવા નહીં દઉં.' ટ્રેલરમાં હિમેશ રેશમિયાના અવાજમાં રોમેન્ટિક ગીત 'મેરે દર્દ દિલબર જિગર આપ હો' પણ સાંભળવા મળે છે. પરંતુ ફિલ્મની વાર્તામાં માત્ર રોમાન્સ જ નહીં, પરંતુ એક્શનનો પણ ભરપૂર ડોઝ છે.
ઈમરાન પોતાના દુશ્મનોને ચેતવણી આપતાં કહે છે કે, તેના પ્રેમ અને પરિવાર તરફ કોઈએ નજર પણ કરી તો તેની આંખો ફોડી નાખશે. આ ઉપરાંત તેનો એક ડાયલોગ 'ઈશ્ક મેં આંસૂ બહાને કા રિવાજ હૈ, પર મૈં ખૂન બહાઉંગા' પણ ચર્ચામાં છે. ટ્રેલરના અંતમાં હિમેશ રેશમિયાનું બીજું ગીત 'પહલે તો મૈં આશિક થા' સાંભળવા મળે છે.
View post on Instagram
ક્યારે રિલીઝ થશે 'ગનમાસ્ટર G9'?
આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય દત્તે કર્યું છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, જેનેલિયા દેશમુખ અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હિમેશ રેશમિયાનું સંગીત, રોમાન્સ, એક્શન અને દમદાર ડાયલોગ્સ ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની શકે છે.
'ગનમાસ્ટર G9' 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે કે તેનું ટ્રેલર જેટલું એન્ટરટેઈનર છે, એટલી જ અસર ફિલ્મ દર્શકો પર છોડી શકે છે કે નહીં.
આ પણ વાંચો: Salman Khan: સલમાન ખાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ




