Salman Khan: સલમાન ખાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ


Salman Khan: સલમાન ખાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર થયું રિલીઝ
Salman Khan: સલમાન ખાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ


Salman Khan: સલમાન ખાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર થયું રિલીઝ
Salman Khan: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અપુર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 4 ડિસેમ્બર, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર સાહસ, સંઘર્ષ, બલિદાન અને યુદ્ધની ભયાનક પરિસ્થિતિઓની ઝલક રજૂ કરે છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં માત્ર એક્શન અને યુદ્ધના દૃશ્યો જ નહીં, પરંતુ પરિવાર, લાગણીઓ અને શાંતિની શોધ જેવા પાસાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ
ફિલ્મના મેકર્સે મંગળવાર, 10 નવેમ્બરના રોજ ટ્રેલર જાહેર કર્યું હતું. સલમાન ખાન ફિલ્મમાં ભારતીય સૈનિકની ભૂમિકામાં જોવા મળે છે. ટ્રેલરમાં તેઓ દુશ્મનો સામે લડતા અને અનેક એક્શન સિક્વન્સમાં જોવા મળે છે. તેમના ગુસ્સાવાળા અંદાજ અને દમદાર એક્શનની સાથે ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સ પણ ધ્યાન ખેંચે છે.
ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ સલમાન ખાનની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. ભારત-ચીન સંઘર્ષની બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મ યુદ્ધની બીજી બાજુ પણ દર્શાવે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે યુદ્ધને કારણે પરિવારો વિખૂટા પડે છે, લોકો પોતાના સ્વજનોને ગુમાવે છે અને સરહદની બંને તરફ રહેતા લોકોને દુઃખ સહન કરવું પડે છે.
View post on Instagram
ફિલ્મમાં જોવા મળશે બલિદાન અને તબાહીની સ્ટોરી
ફિલ્મના મેકર્સ અગાઉ જણાવી ચૂક્યા છે કે આ ફિલ્મ દેશપ્રેમ અને શાંતિની ઈચ્છા એકસાથે કેવી રીતે અસ્તિત્વ ધરાવી શકે છે તે દર્શાવે છે. તેમાં સૈનિકોના બલિદાનની સાથે યુદ્ધના મેદાનથી દૂર રહેતા સામાન્ય લોકો પર થતી અસરોને પણ રજૂ કરવામાં આવી છે.
લગભગ સાડા ચાર મિનિટના ટ્રેલરમાં અનેક ભાવુક દૃશ્યો જોવા મળે છે. સુંદર લોકેશન્સ, દમદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને શાનદાર વિઝ્યુઅલ્સ ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે. એક સૈનિકની શાંતિ મેળવવાની ઝંખના અને તેના માટેના સંઘર્ષની ઝલક પણ ટ્રેલરમાં જોવા મળે છે.
ક્યારે રિલીઝ થશે 'માતૃભૂમિ'?
અપુર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' 4 ડિસેમ્બર, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મની રિલીઝ અનેક વખત મુલતવી રાખવામાં આવી હતી. તાજેતરમાં ફિલ્મનું નવું ગીત 'તેરી સેક્સી બ્યુટી' પણ રિલીઝ થયું હતું, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યું હતું.
આ પણ વાંચો: ICC Ranking: શુભમન ગિલ વનડે રેન્કિંગમાં નંબર-1 પર, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે રસાકસી




