Get News Alerts

Never miss breaking news updates.

Deepika Padukone બીજી વખત બની માતા, એક્ટ્રેસે બીજી પુત્રીને આપ્યો જન્મ

Deepika Padukone: 19 સપ્ટેમ્બર, 2026 ના રોજ, દીપિકા અને રણવીરના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે. એક્ટ્રેસે આ પોસ્ટ કરીને ફેન્સને આ માહિતી આપી હતી.
Nancy ShuklaUpdated on: 19 Sep 2026 07:40 PM IST
Deepika Padukone બીજી વખત બની માતા, એક્ટ્રેસે બીજી પુત્રીને આપ્યો જન્મDeepika Padukone બીજી વખત બની માતા, એક્ટ્રેસે બીજી પુત્રીને આપ્યો જન્મ

Deepika Padukone

Deepika Padukone: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે એક સારા સમાચાર છે. બોલીવુડના આ કપલના ઘરે બીજી વખત કિલકારી ગુંજી છે. શનિવારે એક્ટ્રેસે તેની બીજી પુત્રીને જન્મ આપ્યો. દીપિકાએ પોતે એક પોસ્ટ શેર કરીને આ માહિતી શેર કરી હતી.

એક્ટ્રેસે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેના દ્વારા તેને ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. દીપિકા-રણવીરે એવિલ આઈ ઈમોજી સાથે એક સંયુક્ત પોસ્ટ શેર કરી હતી, જેમાં બંનેએ તારીખ સાથે તેમની બીજી પુત્રીના જન્મની જાહેરાત કરી.

રણવીર-દીપિકાના ઘરે ગુંજી કિલકારી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પગની ફૂટપ્રિન્ટનો ફોટો શેર કર્યો અને કેપ્શન આપ્યું છે કે "બેબી ગર્લનું સ્વાગત છે: 19.9.2026. આશીર્વાદ, દીપિકા અને રણવીર." આ કપલે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતાની સાથે જ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને ફેન્સ તરફથી અભિનંદનનો વરસાદ વરસ્યો.

સોનુ સૂદ, તાહિકા કશ્યપ, ઋષભ રિખીરામ શર્માથી લઈને નેહા ધૂપિયા સુધી, ઘણા ઈન્ડસ્ટ્રી સ્ટાર્સે રણવીર અને દીપિકાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને તેમને તેમની બીજી પુત્રીના જન્મ પર અભિનંદન આપ્યા.

View post on Instagram

દીપિકા પાદુકોણની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા

સેલેબ્સ અને ફેન્સ દીપિકા અને રણવીરની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. 'ધુરંધર' ફેમ સારા અર્જુને કોમેન્ટ બોક્સમાં એવિલ આઈ ઈમોજી સાથે જવાબ આપ્યો. હાર્ડી સંધુ અને એમી વિર્કે રેડ હાર્ટવાળા ઈમોજી સાથે પ્રેમ વરસાવ્યો. સોનુ સૂદે લખ્યું છે કે "અભિનંદન." સોનમ કપૂરે લખ્યું છે કે "શું સ્વપ્ન, ખૂબ ખૂબ અભિનંદન." હુમા કુરેશી, ડાયના પાંડે, જય મહેતાએ પણ કોમેન્ટ કરી અને રણવીર અને દીપિકાને તેમની બીજી પુત્રીનું સ્વાગત કરવા બદલ અભિનંદન આપ્યા.

રણવીર અને દીપિકા બીજી વખત માતા-પિતા બન્યા

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2018માં ઈટાલીના લેક કોમોના સુંદર વિલા ડેલ બાલ્બિયાનેલોમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના 5 વર્ષ પછી 2024માં એક્ટ્રેસે તેમની પહેલી પુત્રી દુઆને જન્મ આપ્યો. 2025માં, આ કપલે તેમની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી. હવે 19 સપ્ટેમ્બર, 2026 ના રોજ, દીપિકા અને રણવીરના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે.

આ પણ વાંચો: Jennifer Wingetના ભારતીય લગ્નની તૈયારીઓ શરૂ, મિત્રો અને પરિવાર સાથે કરી મસ્તી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.