Ayushmann Khurrana: સંત કબીરદાસની ભૂમિકામાં જોવા મળશે આયુષ્માન ખુરાના? મેકર્સે કહી આ વાત


Ayushmann Khurrana: સંત કબીરદાસના રોલમાં જોવા મળશે આયુષ્માન ખુરાના?
Ayushmann Khurrana: સંત કબીરદાસની ભૂમિકામાં જોવા મળશે આયુષ્માન ખુરાના? મેકર્સે કહી આ વાત


Ayushmann Khurrana: સંત કબીરદાસના રોલમાં જોવા મળશે આયુષ્માન ખુરાના?
Ayushmann Khurrana: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ને લઈને ચર્ચામાં છે. સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 27 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન આયુષ્માનના નામ સાથે વધુ એક મોટા પ્રોજેક્ટની ચર્ચા શરૂ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ તે 15મી સદીના પ્રસિદ્ધ કવિ, સંત અને સમાજ સુધારક સંત કબીરદાસની ભૂમિકામાં જોવા મળી શકે છે.
મહાવીર જૈન ફિલ્મ્સે 19 નવેમ્બરે સંત કબીરદાસના જીવન પર આધારિત ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ ‘કબીરા’ રાખવામાં આવ્યું છે. પરંતુ પ્રોડક્શન હાઉસે હજુ સુધી ફિલ્મમાં સંત કબીરદાસની ભૂમિકા કોણ ભજવશે તેની સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ મીડિયા રિપોર્ટ મુજબ આ ભૂમિકા માટે આયુષ્માન ખુરાનાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
આયુષ્માનને કેમ પસંદ કરી શકે છે મેકર્સ?
મહાવીર જૈન ફિલ્મ્સે આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું સહ-નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મ દરમિયાન બંને વચ્ચે સારો અનુભવ રહ્યો હોવાનું કહેવાય છે. તેથી મેકર્સે આગામી ફિલ્મ ‘કબીરા’માં પણ આયુષ્માનને કાસ્ટ કરવા ઉત્સુક હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર મેકર્સનું માનવું છે કે આયુષ્માનનો અવાજ અને લુક સંત કબીરદાસની ભૂમિકા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, આયુષ્માન કવિતાઓ લખે છે અને ગાયન પણ કરે છે. તેમની આ કલાત્મક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને મેકર્સ તેમને આ પાત્ર માટે પસંદ કરી શકે છે.
આયુષ્માન નહીં તો નવા કલાકારને મળશે તક
મીડિયા રિપોર્ટ મુજબ ‘કબીરા’ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2027ની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે. પરંતુ જો વ્યસ્ત શેડ્યૂલ અથવા અન્ય કોઈ કારણસર આયુષ્માન આ ફિલ્મનો ભાગ બની શકતા નથી, તો મેકર્સ આ ભૂમિકા માટે કોઈ નવા કલાકારને તક આપી શકે છે.
હાલમાં આયુષ્માનના ફેન્સ તેની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે શરવરી વાઘ અને અનુપમ ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ ‘કબીરા’માં આયુષ્માનની એન્ટ્રી અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: Salman Khan: સલમાન ખાન સાથે ક્યારે ફિલ્મ બનાવશે સૂરજ બડજાત્યા? 'પ્રેમ કી શાદી' પર આપ્યું મોટું અપડેટ




