Salman Khan: સલમાન ખાન સાથે ક્યારે ફિલ્મ બનાવશે સૂરજ બડજાત્યા? 'પ્રેમ કી શાદી' પર આપ્યું મોટું અપડેટ

Salman Khan: સૂરજ બડજાત્યાએ સલમાન ખાન સાથેની ફિલ્મ 'પ્રેમ કી શાદી' અંગે અપડેટ આપ્યું છે. સ્ક્રિપ્ટને વધુ સારી રીતે તૈયાર કરવા માટે ફિલ્મમાં હજુ સમય લાગશે.
Nancy Shukal
Nancy Shukal
Salman Khan: સલમાન ખાનની ફિલ્મને લઈને સૂરજ બડજાત્યાએ કર્યો ખુલાસોSalman Khan: સલમાન ખાનની ફિલ્મને લઈને સૂરજ બડજાત્યાએ કર્યો ખુલાસો

Salman Khan: સલમાન ખાનની ફિલ્મને લઈને સૂરજ બડજાત્યાએ કર્યો ખુલાસો

Salman Khan: બોલીવુડના જાણીતા ફિલ્મમેકર સૂરજ બડજાત્યા ફરી એકવાર પોતાના નવા 'પ્રેમ' સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. તેમની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા' 27 નવેમ્બર, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શરવરી વાઘ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ નવા પ્રેમની સાથે ફેન્સને જૂના અને લોકપ્રિય 'પ્રેમ' એટલે કે સલમાન ખાનની પણ આતુરતાથી રાહ છે. હવે સૂરજ બડજાત્યાએ સલમાન સાથેની આગામી ફિલ્મ 'પ્રેમ કી શાદી' અંગે મહત્વનું અપડેટ આપ્યું છે.

'પ્રેમ કી શાદી' માટે હજુ કરવી પડશે રાહ

મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન સૂરજ બડજાત્યાને સલમાન ખાન સાથેની ફિલ્મ 'પ્રેમ કી શાદી'ની પ્રગતિ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમને જણાવ્યું કે ફિલ્મ શરૂ થવામાં હજુ થોડો સમય લાગશે. તેમને કહ્યું કે "હજુ થોડો સમય લાગશે, કારણ કે મારે કેટલીક બાબતોને વધુ સારી રીતે તૈયાર અને પોલિશ કરવાની છે."

સૂરજ બડજાત્યાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ અને અન્ય વિગતોને સંપૂર્ણ રીતે તૈયાર કર્યા બાદ જ આગળ વધવા માગે છે. તેઓ સલમાન ખાન સાથેની આ ફિલ્મને લઈને કોઈ ઉતાવળ કરવા ઈચ્છતા નથી.

સલમાન ખાન ફરી બનશે 'પ્રેમ'

વર્ષ 2022માં ફિલ્મ 'ઊંચાઈ'ના સ્ક્રીનિંગ દરમિયાન સૂરજ બડજાત્યાએ પહેલીવાર સલમાન ખાન સાથે નવી ફિલ્મ બનાવવાની યોજના અંગે પુષ્ટિ કરી હતી. ત્યારબાદ સલમાન ખાને પણ આ પ્રોજેક્ટ અંગે સંકેત આપ્યો હતો. આ ફિલ્મમાં તે ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર 'પ્રેમ' તરીકે જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મની વાર્તામાં પ્રેમના લગ્નની વાત રજૂ કરવામાં આવશે.

સલમાન અને સૂરજની જોડી ફરી ધમાલ મચાવશે?

સલમાન ખાન અને સૂરજ બડજાત્યાની જોડી બોલીવુડની સફળ જોડીઓમાંની એક છે. વર્ષ 1989માં આવેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'એ સલમાન ખાનને મોટી ઓળખ અપાવી હતી. ત્યારબાદ બંનેએ 'હમ આપકે હૈં કૌન', 'હમ સાથ સાથ હૈં' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી હિટ ફિલ્મો આપી હતી.

હવે લગભગ 11 વર્ષ બાદ બંને ફરી એકસાથે કામ કરવા જઈ રહ્યા છે. આ કારણે ફેન્સને 'પ્રેમ કી શાદી'ને લઈને ઉત્સુકતા છે. પરંતુ ફિલ્મનું કામ ક્યારે શરૂ થશે અને તે ક્યારે રિલીઝ થશે તેની સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી.

આ પણ વાંચો: Shahid Kapoor: સૈફ અલી ખાને શાહિદ કપૂરને કર્યું હગ, જોવા મળ્યું ખાસ બોન્ડિંગ, જુઓ VIDEO