Salangpur Temple : સાળંગપુરધામમાં ભક્તોનું ઘોડાપૂર, કષ્ટભંજનદેવના દિવ્ય શણગારનાં દર્શન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ


Salangpur Temple સાળંગપુર ધામ ભકતોની ભીડ
Salangpur Temple : સાળંગપુરધામમાં ભક્તોનું ઘોડાપૂર, કષ્ટભંજનદેવના દિવ્ય શણગારનાં દર્શન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ


Salangpur Temple સાળંગપુર ધામ ભકતોની ભીડ
Salangpur Temple : હનુમાનજી દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોની અવિરત ભીડ જોવા મળી રહી છે. આ પ્રસંગે કષ્ટભંજનદેવને આકર્ષક એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલોની સુંદર ડિઝાઇનવાળા વિશેષ દિવ્ય વાઘા સાથે મનમોહક પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાનો આ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી ફૂલો અને સુંદર કારીગરીથી સજ્જ દાદાનું દિવ્ય સ્વરૂપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સુંદરકાંડના પાઠથી ગુંજ્યું ધામ
મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત વહેલી સવારથી જ થઈ હતી. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.
આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને હનુમાનજી દાદાના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. આ ઉપરાંત શ્રી હરિ મંદિરમાં શ્રી ધવલકુમારજી અને અન્ય ભક્તો દ્વારા સંગીતમય શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય સંગીત અને સુંદરકાંડના પાઠથી સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ભક્તોએ આ ધાર્મિક આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી
મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર્શન, મહાપ્રસાદ અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તોની અવરજવર વચ્ચે વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર તરફથી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સાળંગપુરધામમાં ભક્તોનો અદમ્ય ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી રહ્યાં છે. દૂરદૂરથી આવતા શ્રદ્ધાળુઓ દાદાના દિવ્ય શણગારનાં દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. સુંદરકાંડના પાઠ, આરતી અને ભક્તોના જયઘોષથી સાળંગપુરધામ ભક્તિમય બની ગયું છે.
View post on Instagram




