Salangpur Hanmumanji : લાભ પાંચમે કષ્ટભંજનદેવ દાદાને કરાયો દિવ્ય શણગાર, રિયલ ડાયમંડ મુગટનાં દર્શનથી ભકતો થયા ભાવવિભોર


Salangpur Hanmumanji સાળંગપુર હનુમાનજી દર્શને ભકતો ઉમટયા
Salangpur Hanmumanji : લાભ પાંચમે કષ્ટભંજનદેવ દાદાને કરાયો દિવ્ય શણગાર, રિયલ ડાયમંડ મુગટનાં દર્શનથી ભકતો થયા ભાવવિભોર


Salangpur Hanmumanji સાળંગપુર હનુમાનજી દર્શને ભકતો ઉમટયા
Salangpur Hanmumanji : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિરમાં હનુમાનજી મહારાજને વિશેષ અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તા. 14 નવેમ્બર 2026, શનિવારના રોજ કષ્ટભંજનદેવ હનુમાનજીને આકર્ષક વાઘા પહેરાવવામાં આવ્યા હતા.
ઊનમાંથી તૈયાર કરવામાં આવેલા આ વાઘામાં પતંગિયા અને સૂર્યમુખી આકારની સુંદર ભાત જોવા મળી હતી. આ ઉપરાંત હનુમાનજી મહારાજને રિયલ ડાયમંડના મુગટથી શણગારવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.
મંદિરમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું
મંદિરમાં વહેલી સવારે 5:30 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે વડતાલ ગાદીના પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા હનુમાનજી મહારાજની દિવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી હતી.
આરતીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ અને કાર્તિક માસના પ્રથમ શનિવારના શુભ અવસરે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નાના બાળકો, યુવાનો અને વડીલો સહિત તમામ વયના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયો હતો.
સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું
દર્શન દરમિયાન ‘જય શ્રી રામ’ અને ‘જય શ્રી કષ્ટભંજન દેવ’ના જયઘોષથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ હનુમાનજી મહારાજના દિવ્ય શણગાર, અન્નકૂટ અને આરતીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા દર્શન અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આમ, લાભ પાંચમના પવિત્ર પર્વે કષ્ટભંજનદેવના અલૌકિક શણગાર અને ભવ્ય આરતીના દર્શનથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું.
View post on Instagram




