PM Visit Gujarat : PM મોદીની આજે સંસ્કારધામ ટ્રસ્ટીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક, ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનની કામગીરીની પણ કરી સમીક્ષા


PM Visit Gujarat ભાજપ સંગઠનની કામગીરીની પણ કરી સમીક્ષા
PM Visit Gujarat : PM મોદીની આજે સંસ્કારધામ ટ્રસ્ટીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક, ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનની કામગીરીની પણ કરી સમીક્ષા


PM Visit Gujarat ભાજપ સંગઠનની કામગીરીની પણ કરી સમીક્ષા
PM Visit Gujarat : આ બેઠકમાં સંસ્કારધામ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ આયોજનો અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. ટ્રસ્ટના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાનારી આ બેઠકમાં સંસ્કારધામ ટ્રસ્ટના વિવિધ આયોજનો, પ્રવૃત્તિઓ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.
સંસ્થાના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહી સંસ્થાની કામગીરી અને ભવિષ્યના કાર્યક્રમો અંગે વિગતો રજૂ કરશે. આ બેઠકને સંસ્કારધામના આગામી આયોજનોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સંસ્કારધામ ટ્રસ્ટીઓ સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનની કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. અંદાજે ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં રાજ્ય સરકારના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીમંડળના સભ્યો, ભાજપ સંગઠનના નેતાઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારની કામગીરી, વિવિધ વિભાગોના મુદ્દાઓ અને સંગઠનાત્મક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ સરકાર અને સંગઠન વચ્ચે વધુ મજબૂત સંકલન જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો.
મોડી રાતે સરકાર-સંગઠનની કામગીરીની કરી સમીક્ષા
સરકારની કામગીરી અને યોજનાઓનો લાભ સામાન્ય લોકો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સંગઠન અને સરકાર વચ્ચે સતત સંવાદ અને સહકાર જરૂરી હોવાનું જણાવી સંકલન મજબૂત કરવા તાકીદ કરી હતી. ગુજરાત સરકારના મંત્રીઓની કામગીરીની સમીક્ષા સાથે રાજ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે થયેલી ચર્ચાને રાજકીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આમ, ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પછી એક મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ રહી છે.
મોડી રાત્રે સરકાર અને ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આજે સંસ્કારધામ ટ્રસ્ટના હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. આ બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે. બેઠકમાં થયેલી ચર્ચાઓની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.




