Shardiya Navratri 2026 : ગિફ્ટ સિટી બનશે ગરબાનું ગ્રાન્ડ ડેસ્ટિનેશન, 11 થી 19 ઓક્ટોબર સુધી ઉજવાશે નવરાત્રિ ઉત્સવ



Shardiya Navratri 2026 Gift City
Shardiya Navratri 2026 : ગિફ્ટ સિટી બનશે ગરબાનું ગ્રાન્ડ ડેસ્ટિનેશન, 11 થી 19 ઓક્ટોબર સુધી ઉજવાશે નવરાત્રિ ઉત્સવ



Shardiya Navratri 2026 Gift City
Shardiya Navratri 2026 : ગિફ્ટ સિટીમાં 11થી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન ‘ગિફ્ટ ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ક્લબ નજીક આવેલા ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે નવ રાત સુધી ચાલનારા આ ઉત્સવમાં ગરબા, લાઇવ મ્યુઝિક, કળા, રોશની અને આધુનિક અનુભવોનો અનોખો સંગમ જોવા મળશે.
ગિફ્ટ સિટીમાં નવરાત્રિનું અનોખું આયોજન
‘ગિફ્ટ ગરબા’ની ખાસિયત એ રહેશે કે નવેય રાત માટે અલગ-અલગ થીમ નક્કી કરવામાં આવી છે. દરેક રાતની થીમ પ્રમાણે સંગીત, રોશની અને સજાવટમાં પણ ખાસ ફેરફાર કરવામાં આવશે. આ આયોજનમાં ગિફ્ટ સિટીના રહેવાસીઓ, બિઝનેસ સમુદાય, પરિવારો અને મુલાકાતીઓ ભાગ લઈ શકશે. 11 ઓક્ટોબરે ‘શક્તિ’ થીમ સાથે હિમાલી વ્યાસ નાયકની સંગીતમય રજૂઆતથી નવરાત્રિની શરૂઆત થશે.
12 ઓક્ટોબરે ‘અનુભૂતિ’ થીમ હેઠળ મીત જૈન પર્ફોર્મ કરશે. ત્યારબાદ 13 અને 14 ઓક્ટોબરે ‘રંગ અને રાગ’ થીમ સાથે ઓસમાણ મીર પોતાની રજૂઆતથી ગરબાના માહોલને વધુ રંગીન બનાવશે. 15 અને 16 ઓક્ટોબરે ‘આનંદ અને ભક્તિ’ થીમ હેઠળ સાયલી કાંબલે મંચ સંભાળશે. 17 ઓક્ટોબરે ‘પરંપરા’ થીમ હેઠળ પ્રહર વોરાની રજૂઆત થશે. જ્યારે 18 ઓક્ટોબરે ‘ઉત્સવ’ થીમ સાથે પ્રિયા સરૈયા પર્ફોર્મ કરશે. નવરાત્રિની અંતિમ રાત એટલે કે 19 ઓક્ટોબરે ‘વિશ્વ’ થીમ હેઠળ પ્રિયા સરૈયા અને લાઇવ બેન્ડની રજૂઆત સાથે ‘ગિફ્ટ ગરબા 2026’નું સમાપન થશે.
નવ રાત, નવ થીમ અને સંગીતનો સંગમ
ગરબા અને લાઇવ મ્યુઝિક ઉપરાંત આયોજનમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. બાળકો માટે કિડ્સ ગરબા ઝોન, આર્ટ કોર્નર, ફૂડ ઝોન, AI ફોટોબૂથ અને ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન જેવા વિવિધ વિભાગો ઉભા કરવામાં આવશે. આ આયોજનનો હેતુ માત્ર ગરબા સુધી મર્યાદિત ન રહેતા સંગીત, સંસ્કૃતિ, કળા, ભોજન અને ઇન્ટરેક્ટિવ અનુભવો દ્વારા ગિફ્ટ સિટીમાં એક જીવંત સામુદાયિક વાતાવરણ ઊભું કરવાનો છે.
પરંપરાગત ગરબા અને આધુનિક મ્યુઝિકના સંગમ સાથે ‘ગિફ્ટ ગરબા 2026’ ગિફ્ટ સિટીની લાઇફસ્ટાઇલમાં સાંસ્કૃતિક રંગ ઉમેરશે. બિઝનેસ અને વર્કપ્લેસથી આગળ વધીને સામુદાયિક અને સાંસ્કૃતિક અનુભવો માટે ગિફ્ટ સિટીને વધુ જીવંત બનાવવાની દિશામાં આ આયોજન મહત્વપૂર્ણ બની શકે છે. નવ રાત દરમિયાન પરંપરા અને ભવિષ્યનો અનોખો સંગમ જોવા મળશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





