એસઓજીની મોટી કાર્યવાહી: વોલ્વો બસમાંથી 9 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ



એસઓજીની મોટી કાર્યવાહી: વોલ્વો બસમાંથી 9 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ



સુરત: સુરત જિલ્લાના કામરેજના વલથાણ નજીક NH-48 પર વાહન ચેકિંગ દરમિયાન સુરત ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જાખર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસમાંથી નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, બસમાંથી કુલ 9.020 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 4.51 લાખ હોવાનું સામે આવ્યું છે.
એક આરોપીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર થયો આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના સાબુદીન શૈલુખાન તૈલી (ઉંમર 38)ની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઇ સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ અગાઉ પણ બે વખત બસ મારફતે ગાંજાની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરી છે.
કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કાર્યવાહીમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે બસ, મોબાઇલ ફોન અને અન્ય સામાન સહિત કુલ રૂ. 1.05 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.




