શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજાની વાપસી


ફાઈલ ફોટો
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજાની વાપસી


ફાઈલ ફોટો
નવી દિલ્હી BCCIએ શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી છે. સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમ 7 ઓગસ્ટથી કોલંબોમાં ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે.
બોર્ડે જણાવ્યું છે કે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન સાઈ સુદર્શન ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ ટીમ સાથે જોડાશે. જ્યારે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં હોય.
શુભમન ગિલની કપ્તાની હેઠળની આ ટીમમાં મોટા ભાગે યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે સૌથી વધુ ચર્ચા અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસીની થઈ રહી છે. જાડેજાએ છેલ્લી ટેસ્ટ મેચ 26 નવેમ્બર, 2026ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યારબાદ તેમને વન-ડે ટીમમાં પણ સ્થાન મળ્યું નહોતું. હવે લાંબા વિરામ બાદ તેઓ શ્રીલંકા સામે ફરી ટેસ્ટ ક્રિકેટમાં મેદાન પર જોવા મળશે.
આ ઉપરાંત, ઑફ-સ્પિનર સારાંશ જૈનને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. 33 વર્ષીય સારાંશે ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 188 વિકેટ અને 2,223 રન નોંધાયેલા છે, જેમાં બે સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 15થી 19 ઓગસ્ટ દરમિયાન ગોલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 23થી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોના એસએસસી ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે.
ભારતીય ટીમ શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપકેપ્ટન), યશસ્વી જયસવાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, દેવદત્ત પડિકલ અને સારાંશ જૈન.




