ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રીલંકા સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમમાં અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.