Get News Alerts

Never miss breaking news updates.

ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત: 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈનું પાણી છોડાશે

Sujalam Sufalam Yojana North Gujarat: ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર...
R Gajjar
R GajjarUpdated on: 19 Aug 2026 06:36 PM IST
ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત: 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈનું પાણી છોડાશેઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત: 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈનું પાણી છોડાશે

Sujalam Sufalam Yojana North Gujarat: ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે લાગણીસભર રજૂઆત કરી હતી. તેમણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો.

અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરિસ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષશ્રી તથા કૃષિ મંત્રીશ્રીને ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ ખાતરીને પગલે મુખ્યમંત્રીશ્રીએ વિદેશથી જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા છે. જે અંતર્ગત સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આવતીકાલ તારીખ ૨૦ ઓગસ્ટથી સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આ સત્વરે લેવાયેલા નિર્ણયથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળશે અને તેમના પાકને સમયસર પાણી મળતાં મોટું આર્થિક નુકસાન થતું અટકશે. આ ત્વરિત નિર્ણય બદલ વિધાનસભા અધ્યક્ષશ્રી તથા કૃષિ મંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]