
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને પિયતના પાણીની અછત સર્જાતા મગફળીના પાક પર સંકટ ઘેરાયું છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં મગફળીનો પાક પીળો પડી સુકાઈ જતા કેટલાક ખેડૂતોએ ભારે હૈયે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે, જ્યારે કેટલાક ખેડૂતો મજૂરો રાખીને બચેલો પાક કાઢવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિત પ્રતિ વીઘે ₹15થી ₹20 હજારનો ખર્ચ થયો છે. વરસાદની અછત અને વીજળીની સમસ્યાના કારણે પાકને પૂરતું પિયત પણ મળી શક્યું નથી. ખેડૂતો હવે ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક સહાય અને પાક વળતરની માંગ કરી રહ્યા છે.

Sujalam Sufalam Yojana North Gujarat: ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર...

Gir Somnath Farmers Rainfall Crop Loss: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ વાવેતર બાદ વરસાદ ન પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ગત સાતમા મહિનામાં તા. 4 અને...

Farmers Compensation for Power Lines: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. એક તરફ વાવેતરની સિઝન દરમિયાન ખેડૂતોને ડીઝલની અછત ન સર્જાય તે માટે પેટ્રોલ પંપ પરથી 200 લીટર સુધી ડીઝલ મેળવવાની છૂટ આપવામાં આવી છે, તો બીજી તરફ ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ થાંભલાઓ માટે આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય...

ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી 11 જૂન 2026, ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના લાખો ખેડૂતોને મોટી રાહત મળશે.