Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં સાયચા ગેંગ સામે GUJCTOC હેઠળ મોટી કાર્યવાહી, 6 આરોપીઓ કસ્ટડીમાં

જામનગર:  જામનગરમાં વર્ષોથી સક્રિય અને સંગઠિત ગુનાખોરી માટે ચર્ચામાં રહેલી કથિત “સાયચા ગેંગ” સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધી ગેંગના 6 સભ્યોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, ફાયરિંગ, આર્મ્સ એક્ટ અને જમીન કબજા સહિત કુલ 74 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
R Gajjar
R GajjarUpdated on: 21 May 2026 08:28 PM IST
જામનગરમાં સાયચા ગેંગ સામે GUJCTOC હેઠળ મોટી કાર્યવાહી, 6 આરોપીઓ કસ્ટડીમાંજામનગરમાં સાયચા ગેંગ સામે GUJCTOC હેઠળ મોટી કાર્યવાહી, 6 આરોપીઓ કસ્ટડીમાં

જામનગર:  જામનગરમાં વર્ષોથી સક્રિય અને સંગઠિત ગુનાખોરી માટે ચર્ચામાં રહેલી કથિત “સાયચા ગેંગ” સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધી ગેંગના 6 સભ્યોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, ફાયરિંગ, આર્મ્સ એક્ટ અને જમીન કબજા સહિત કુલ 74 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને સીટી બી ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે એજાજ ઉમર સાયચા અને રજાક નુરમામદ સાયચાના નેતૃત્વ હેઠળ ગેંગ વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલી હતી.

પોલીસે ગુલામ સાયચા, મહેબૂબ સાયચા, અસગર સાયચા, હનીફ સાયચા, ઇમ્તિયાઝ સાયચા અને રજાક ઉર્ફે રજાક સોપારી સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ગેંગનો મુખ્ય આરોપી એજાજ સાયચા હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ તેજ કરી છે.

પોલીસ સૂત્રો અનુસાર ગેંગ સામે હત્યા, ખંડણી, ગેરકાયદેસર વ્યાજવટાવ, જુગાર, ધમકી, પ્રોહિબિશન અને જમીન કબજાના અનેક કેસ નોંધાયેલા છે. સાથે જ ગેંગ દ્વારા ગુનાખોરીમાંથી ઉભી કરાયેલી સ્થાવર અને જંગમ મિલકતોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર આવકથી ઉભી કરાયેલી મિલકતો સામે જપ્તીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

જામનગર પોલીસના આ પગલાને સંગઠિત ગુનાખોરી સામેનો મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ગેંગ સાથે સીધી કે પરોક્ષ રીતે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com