
જૂનાગઢ: જિલ્લામાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે જૂનાગઢ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ કુખ્યાત રવની ગેંગ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સંગઠિત ગુનાખોરી દ્વારા હસ્તગત કરવામાં આવેલી અંદાજે રૂ.2.96 કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતો જપ્ત કરવામાં આવી છે. જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાધલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ...

જામનગર: જામનગરમાં વર્ષોથી સક્રિય અને સંગઠિત ગુનાખોરી માટે ચર્ચામાં રહેલી કથિત “સાયચા ગેંગ” સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધી ગેંગના 6 સભ્યોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, ફાયરિંગ, આર્મ્સ એક્ટ અને જમીન કબજા સહિત કુલ 74 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.