સુરત: પાસોદરાની ખાડીમાં કેમિકલ ઠાલવતા માફિયા સામે તંત્ર એક્શનમાં



AI Generated Images
સુરત: પાસોદરાની ખાડીમાં કેમિકલ ઠાલવતા માફિયા સામે તંત્ર એક્શનમાં



AI Generated Images
સુરત: સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં આજે વહેલી સવારે કેમિકલ માફિયા દ્વારા ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની જાણ થતા જ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન થી કોર્પોરેટર સુરેશભાઈ ઘોમાલિયા, વિશાલભાઈ રાઠોડ, મીતાબેન મકવાણા તથા કાવ્યાબેન પટેલે અને મંત્રી ના PA ભૌતિકભાઈ તાત્કાલિક સતર્કતા દાખવી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તરત જ Gujarat Pollution Control Board, પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.


જન આરોગ્ય અને પર્યાવરણને જોખમ
સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. ખાડી વિસ્તારમાં કેમિકલ છોડાતા પર્યાવરણ અને જન આરોગ્યને ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મંત્રી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જનતાના આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડાં કરનાર આવા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



