અકાળે અવસાન પામેલા લોકોના પરિવારોની વ્હારે મોરારી બાપુ, શ્રદ્ધાંજલિ સાથે સહાય અર્પણ


AI Generated Images
અકાળે અવસાન પામેલા લોકોના પરિવારોની વ્હારે મોરારી બાપુ, શ્રદ્ધાંજલિ સાથે સહાય અર્પણ


AI Generated Images
Morari Bapu Assistance: ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા લોકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં 10 મૃતકોના પરિવારોને સહાય
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતો તેમજ પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં કુલ 10 લોકોનાં મોત થયા છે. તેમાં વડોદરાના છ આશાસ્પદ યુવાનો તેમજ રાજકોટ નજીક બેડી ગામે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા ચાર લોકોનો સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાઓમાં અવસાન પામેલા તમામ લોકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતકોના પરિવારજનોને કુલ ₹1.50 લાખની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.
બિહારમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને પણ સહાય
તાજેતરના વરસાદ દરમિયાન બિહારમાં વીજળી પડવાની ઘટનામાં નવ લોકોનાં મોત થયા હતા. મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોને કુલ ₹1.35 લાખની સહાય રાશિ અર્પણ કરી છે. આ ઉપરાંત બિહારના લખિસરાયમાં મંદિર ખાતે દર્શન દરમિયાન કરંટની અફવા ફેલાતાં સર્જાયેલી અફરાતફરીમાં સાત મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટનામાં પણ મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારોને કુલ ₹1.05 લાખની સહાય અર્પણ કરી છે.
પશ્ચિમ બંગાળની હોટલ આગની ઘટનામાં પણ મદદ
પશ્ચિમ બંગાળમાં બનેલી એક દુઃખદ આગની ઘટનામાં હોટલમાં આગ લાગવાથી સાત લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં પણ મોરારી બાપુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી અને પરિવારોને કુલ ₹1.05 લાખની સહાય રાશિ અર્પણ કરી છે.
માનવસેવાના ભાવ સાથે પરિવારોની પડખે
આ તમામ સહાય રાશિ મુંબઈ સ્થિત એક શ્રોતાના માધ્યમથી સંબંધિત પરિવારો સુધી પહોંચાડવામાં આવી હોવાનું જણાવાયું છે. મોરારી બાપુએ તમામ મૃત આત્માઓના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી. મુશ્કેલીના સમયમાં દુઃખી પરિવારોની પડખે ઊભા રહી તેમને સાંત્વના અને સહાય આપવાનો આ પ્રયાસ માનવસેવાના ભાવને દર્શાવે છે.




