
Morari Bapu Assistance: ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા લોકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી છે. ગુજરાતમાં 10 મૃતકોના પરિવારોને સહાય ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતો તેમજ પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં કુલ 10 લોકોનાં મોત થયા છે. તેમાં વડોદરાના છ...

કર્ણાટકના મંગલુરુ શહેરમાં ભારે વરસાદ વચ્ચે થયેલી દુર્ઘટનાએ શોકનું વાતાવરણ સર્જ્યું છે. મંગળવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે નાગોરી વિસ્તારમાં કંકનાડી પોલીસ સ્ટેશન પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ઊંચાઈ પર આવેલા મકાનની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં તેની નીચે આવેલા ટાઇલવાળા મકાન પર ભારે કાટમાળ ખાબક્યો હતો. આ અકસ્માતમાં બે બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ હાલ સારવાર હેઠળ છે.