23 જુલાઈએ યોજાશે 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની ફરિયાદો


23 જુલાઈએ યોજાશે 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની ફરિયાદો


ગાંધીનગર: રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોના ઝડપી અને અસરકારક નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો 'રાજ્ય સ્વાગત' ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે ૨૩ જુલાઈ, ગુરુવારે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને સંબંધિત વિભાગોને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ થયેલો સ્વાગત કાર્યક્રમ આજે પણ રાજ્યના નાગરિકો માટે અસરકારક ફરિયાદ નિવારણનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા લોકો પોતાની સમસ્યાઓ સીધી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી શકે છે. આ કાર્યક્રમ માટે નાગરિકો ૨૩ જુલાઈના રોજ સવારે ૮:૦૦થી 11:00 વાગ્યા સુધી ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ના મુખ્યમંત્રી જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ હાજર રહી પોતાની રજૂઆત નોંધાવી શકશે. અરજદારોને સવારે ૧૧:૦૦ વાગ્યા પહેલાં સ્થળ પર પહોંચવું જરૂરી રહેશે.
બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દરેક રજૂઆતની સમીક્ષા કરશે અને સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના હકારાત્મક અને ઝડપી નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ પ્રકારના કાર્યક્રમોથી સામાન્ય નાગરિકોને પોતાની સમસ્યાઓના સમયસર ઉકેલ માટે સીધો અને અસરકારક પ્લેટફોર્મ મળે છે.
- 23 જુલાઈ, ગુરુવારે યોજાશે 'રાજ્ય સ્વાગત' ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે જુલાઈ માસનો 'રાજ્ય સ્વાગત'
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી કાર્યરત છે સ્વાગત પોર્ટલ
- ગુરુવારે સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી નોંધાવી શકાશે રજૂઆતો
- ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨ ના જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ અરજી સ્વીકારાશે
- અરજદારોએ સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં સ્વર્ણિમ સંકુલ-૨ પહોંચવાનું રહેશે
- બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સાંભળશે ફરિયાદો
- નાગરિકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે સ્થળ પર જ અપાશે નિર્દેશો




