
ગાંધીનગર: રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોના ઝડપી અને અસરકારક નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો 'રાજ્ય સ્વાગત' ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે ૨૩ જુલાઈ, ગુરુવારે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને સંબંધિત વિભાગોને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ થયેલો સ્વાગત...

વડનગરની ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા અને તેને નવો અવતાર આપવા માટે ચાલી રહેલા હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં પ્રાચીન ઇમારતો અને શેરીઓને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શ્રીરામ દરબાર સહિત વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓનું વિધિવત પૂજન, આરતી અને દર્શન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિર પરિસર ‘જય શ્રીરામ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલના ભૂમિપૂજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક પરંપરા અને આધુનિક શિક્ષણના સમન્વય સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી તૈયાર થનારા આ સંકુલને લઈને શિક્ષણપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસંગે શિક્ષણને રાષ્ટ્રનિર્માણ અને સંસ્કાર ઘડતરના સશક્ત માધ્યમ તરીકે ગણાવી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં આવી સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.