ગુજરાતના વિકાસને નવી દિશા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમેરિકામાં માઈક્રોન, ગુગલ, પર્પ્લેક્સિટી AI અને TiE સાથે મહત્વપૂર્ણ બેઠકો



ગુજરાતના વિકાસને નવી દિશા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમેરિકામાં માઈક્રોન, ગુગલ, પર્પ્લેક્સિટી AI અને TiE સાથે મહત્વપૂર્ણ બેઠકો



Gujarat CM US Visit 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 સંદભૅ યુ.એસ. મુલાકાતે ગયેલા ગુજરાત ડેલિગેશનના સભ્યોએ તેમના પ્રવાસના ત્રીજા દિવસે માઈક્રોન અને ગુગલની મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે આ ઉપરાંત પર્પ્લેક્સિટી AIના સી.ઈ.ઓ. અરવિંદ શ્રીનીવાસે વન ટુ વન બેઠક તેમજ સિલીકોન વેલીના ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ TiEના સભ્યોની બેઠક પણ યોજાઈ હતી.

માઈક્રોનના ચેરમેન શ્રી સંજય મહેરોત્રાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માઈક્રોનને સાણંદ ફેસેલિટી માટે 20 એકર જમીનની માત્ર એક જ દિવસમાં આપેલી મંજૂરી માટે આભાર વ્યક્ત કર્યો હતો. માઈક્રોન યુનિટનું સફળ વ્યાપારી ઉત્પાદન ત્વરાએ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પણ શ્રી મહેરોત્રાએ વિરદાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફેબ્રુઆરી-2026માં સાણંદ ખાતે માઈક્રોન સેમિકંડક્ટર ફેસેલિટીનો પ્રારંભ કરાવ્યો તેની સ્મૃતિ તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતના સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર ફેસેલિટી પ્લાન્ટના મુખ્ય કેન્દ્રો તરીકે પ્રથાપિત થઈ રહ્યા છે. ગુજરાત પ્રતિનિધિ મંડળે ગુગલની મૂલાકાત લઈને ત્યાંની ગતિવિધિઓની વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી
આ મૂલાકાત દરમિયાન ગુગલના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ચંદુ થોટાએ ખાસ કરીને યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માટે AI તાલીમ તેમજ કૃષિમાં પાક પેટર્ન, ક્લાઈમેટ એન્ડ સોઈલ માટે AIના ઉપગયોગના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કામ કરવામાં ઉત્સુક્તા દર્શાવી હતી એટલું જ નહિ, તેમણે ડેટા સિક્યુરિટી માટે ગુગલ વર્કપ્લેસ સુવેરિન AIના ઉપયોગ માટે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીએ પર્પ્લેક્સિટીના સી.ઈ.ઓ. શ્રી અરવિંદ શ્રીનિવાસ સાથે જે વન ટુ વન બેઠક યોજી હતી તેમાં ચર્ચાઓ દરમિયાન ગુજરાતમાં એન્જીન્યરીંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની પ્રેઝન્સ સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી
શ્રી અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઈબ્રીડ સેટઅપની દિશામાં પણ રસ દાખવ્યો હતો.
આ ઉપરાંત ધી ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ TiEના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું સિંદુ ક્ષેત્રમાં મૂળ ધરાવતા સફળ ઉદ્યોગ સાહસિકો, કોર્પોરેટ એક્ઝિક્યુટીવ્સ અને સિનિયર પ્રોફેશનલ્સના ગૃપ દ્વારા 1992માં સિલીકોન વેલીમાં આ ધી ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ TiEની સ્થાપના કરવામાં આવેલી છે.
TiEના સભ્યોએ ગુજરાતમાં આરોગ્ય સંભાળ, આરોગ્ય સંભાળ ક્ષેત્રના કાર્યકરોની તાલીમ અને વિવિધ AI ટુલ દ્વારા યુથ સ્કિલીંગના ક્ષેત્રોમાં આગળ વધવામાં રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મૂલાકાતોમાં મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા પ્રતિનિધિમંડળના સભ્યો પણ જોડાયા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




