
અમદાવાદમાં સપ્ટેમ્બર 2026માં યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝને લઈને તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સાથે યોજાયેલી બેઠકમાં રમતગમતના વિકાસ અને ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે ચર્ચા થઈ હતી, જ્યારે SAG, AAI અને GSAA વચ્ચે MoU પણ કરવામાં આવ્યું હતું.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અર્જુન મુંડાએ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. સપ્ટેમ્બરમાં યોજાનારી વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા દરમિયાન તેમણે ગુજરાતમાં રમતગમત માટે થઈ રહેલા ઉત્તમ આયોજન અને ખેલાડીઓને મળતી તકોની પ્રશંસા કરી હતી.