Get News Alerts

Never miss breaking news updates.

વલસાડ પોલીસની મોટી કાર્યવાહી, ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ

Valsad News: વલસાડ જિલ્લામાં નાનાપોંઢા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીઓ પાસેથી ગાંજો, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે 58 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 30 May 2026 10:39 PM IST
વલસાડ પોલીસની મોટી કાર્યવાહી, ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડવલસાડ પોલીસની મોટી કાર્યવાહી, ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ

Valsad News: વલસાડ જિલ્લામાં નાનાપોંઢા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીઓ પાસેથી ગાંજો, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે 58 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

એસઓજી વલસાડ અને નાનાપોંઢા પોલીસની સંયુક્ત ટીમને મળેલી બાતમીના આધારે કેયરવા-વડીયાવાડ વિસ્તાર નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી અંદાજે 0.519 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં કલીમ ઉર્ફે હકલા, વિશાલ અને આકાશનો સમાવેશ થાય છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ગાંજા ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ પ્લાસ્ટિકની થેલીઓ અને પેકિંગ સામગ્રીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી વલસાડ એસઓજી અને નાનાપોંઢા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસે ગુનાની વધુ તપાસ શરૂ કરી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.